Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Top 10 Cars : મે મહિનામાં સેલિંગ સ્કેલ પર કઈ કાર રહી ટોપ 10માં ? પ્રથમ નંબરે રહેલ કાર જાણીને ચોંકી જશો

માર્ચ અને એપ્રિલમાં હ્યુન્ડાઈની ક્રેટા (Hyundai Creta) સૌથી વધુ વેચાતી કાર બની હતી. જો કે મે મહિનામાં ક્રેટાનું સ્થાન 4થા ક્રમે રહ્યું છે. સેલિંગ સ્કેલ પર પહેલાથી દસમા ક્રમ સુધી રહેલ ટોપ 10 કાર્સ વિશે જાણો વિગતવાર.
top 10 cars   મે મહિનામાં સેલિંગ સ્કેલ પર કઈ કાર રહી ટોપ 10માં   પ્રથમ નંબરે રહેલ કાર જાણીને ચોંકી જશો
Advertisement
  • મે-2025માં વેચાયેલ ટોપ 10 કાર્સમાં અનેક આશ્ચર્ય જોવા મળ્યા છે
  • ટોપ-10માં નંબર 1 પર રહી મારુતિ સુઝુકીની ડિઝાયર
  • ટોપ-10માં નંબર 10 પર રહી ટાટા નેકસોન
  • મે મહિનામાં ક્રેટા ચોથા સ્થાને સરકી ગઈ છે

Top 10 Cars : મે 2025માં કાર્સના સેલિંગમાં મોટો ફેરફાર નોંધાયો છે. જેમાં માર્ચ અને એપ્રિલમાં સૌથી વધુ વેચાતી કાર બનેલ હ્યુન્ડાઈની ક્રેટા મે મહિનામાં ચોથા ક્રમે પહોંચી ગઈ છે. જ્યારે ટોપ પર મારુતિ સુઝુકીની ડિઝાયર રહી છે. ગત મહિને ડિઝાયરના 18000થી વધુ યુનિટ્સનું વેચાણ થયું છે. ગત મહિને ટોપ -10માં રહેલ કાર્સ ખરેખર કુતૂહલ પેદા કર્યા છે. જેમાં અર્ટિગા અને બ્રેઝા ટોપ-3માં રહી. જ્યારે ટાટાની પંચનું ટોપ-10માં પુનરાગમન થયું છે.

ટોપ-01-ડિઝાયર

મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ સેડાન ડિઝાયર મે મહિનામાં સૌથી વધુ વેચાતી કાર બની છે. રુપિયા 6.84 લાખ રૂપિયાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત સાથે ડિઝાયરના કુલ 18,084 યુનિટ વેચાયા હતા. ગયા મહિને ડિઝાયરનું વેચાણ વાર્ષિક ધોરણે 13 ટકા વધ્યું છે.

Advertisement

Advertisement

ટોપ-02-અર્ટિગા

મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી 7-સીટર કાર અર્ટિગા મે મહિનામાં દેશમાં બીજી સૌથી વધુ વેચાતી કાર બની છે. દેશમાં કુલ 16,140 ગ્રાહકોએ તેને ખરીદી છે. મારુતિ એર્ટિગાના વેચાણમાં વાર્ષિક ધોરણે 16 ટકાનો વધારો થયો છે..

ટોપ-03-બ્રેઝા

ગયા મહિને મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ SUV બ્રેઝા 3જા નંબરની સૌથી વધુ વેચાતી કાર બની છે. કુલ 15,566 ગ્રાહકોએ તેને ખરીદી છે. બ્રેઝાના વેચાણમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ટોપ-04-ક્રેટા

મે-2025માં હ્યુન્ડાઈ ક્રેટા માટે સારો ન રહ્યો. માર્ચ-એપ્રિલ એમ સતત 2 મહિના સુધી આ કારે ટોપનું સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે મે મહિનામાં ક્રેટા ચોથા સ્થાને સરકી ગઈ છે. કુલ 14,860 ગ્રાહકોએ ક્રેટા ખરીદી છે. ક્રેટાના વેચાણમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ટોપ-05-સ્કોર્પિયો

મહિન્દ્રા સ્કોર્પિયો SUV નું ભારતમાં બમ્પર વેચાણ થઈ રહ્યું છે અને તેના કારણે, આ મધ્યમ કદની SUV મે મહિનામાં પણ ટોચના 5 માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. ગયા મહિને સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિકના સંયુક્ત 14,401 યુનિટ વેચાયા છે. આ સંખ્યા સ્કોર્પિયોના વેચાણમાં વાર્ષિક ધોરણે 5 ટકાનો વધારો દર્શાવે છે.

ટોપ-06-સ્વિફ્ટ

મારુતિ સુઝુકીની લોકપ્રિય હેચબેક સ્વિફ્ટના વેચાણમાં મે મહિનામાં વાર્ષિક ધોરણે 27 ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર દેશમાં કુલ 14,135 ગ્રાહકોએ આ કાર ખરીદી છે. સ્વિફ્ટનું નવી જનરેશનનું મોડેલ દર મહિને સારું વેચાણ નોંધાવે છે.

ટોપ-07-વેગનઆર

મારુતિની સૌથી લોકપ્રિય ફેમિલી કાર વેગનઆરના મે મહિનામાં 13,949 યુનિટ વેચાયા છે. આ સંખ્યા વાર્ષિક ધોરણે 4 ટકાનો ઘટાડો દર્શાવે છે. જો કે એપ્રિલ 2025 કરતા તેનું સ્થાન ઉપર આવ્યું છે. એપ્રિલમાં વેગનઆર 9મા સ્થાને હતી.

આ પણ વાંચોઃ Kia India ના પ્લાન્ટમાંથી 1,008 એન્જિનની ચોરી! જાણો કેવી રીતે થયો ખુલાસો

ટોપ-08-ફ્રોન્ક્સ

મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ મે મહિનામાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં 8મા સ્થાને રહી છે. દેશભરમાં કુલ 13,584 ગ્રાહકોએ આ કાર ખરીદી છે. ફ્રોન્ક્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 7 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ટોપ-09-પંચ

મે-2025માં ટાટા પંચ ટોપ-10માં વાપસી થઈ છે. આ કોમ્પેક્ટ SUV 9મી સૌથી વધુ વેચાતી પેસેન્જર કાર બની છે. પંચને 13,133 ગ્રાહકોએ ખરીદી છે. આ સંખ્યા મે- 2025 માં 18,949 ની સરખામણીમાં 31 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ટોપ-10-નેકસોન

ટાટા નેક્સોન મે મહિનામાં સૌથી વધુ વેચાતી કારમાં 10મા ક્રમે રહી છે. સમગ્ર દેશમાં કુલ 13,096 ગ્રાહકોએ નેક્સન પસંદ કરી છે. ગયા મહિને નેક્સોના વેચાણમાં વાર્ષિક ધોરણે 14 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ મોબાઇલ નંબર વગર XChatનો ઉપયોગ કરી શકશો, Elon Musk એક નવું ચેટિંગ ફીચર લાવ્યા

Tags :
Advertisement

.

×