Touch & Auto: સાવધાન!, તમારા જ સ્માર્ટ ટી.વી.થી તમારા ઘરની જાસૂસી!, હેકર્સનો શિકાર નથી બન્યું ને તમારું ટી.વી., જાણો શું હોય છે સંકેત?
- Touch & Auto: ટેક્નોલોજીના યુગમાં હેકર્સનો ભય
- હવે હેકર્સ કરી રહ્યા છે સ્માર્ટ ટી.વી. હેક
- તમારા સ્માર્ટ ટી.વી.ના સંકેતો તપાસો
Touch & Auto: શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ તમારા સ્માર્ટ ટીવી (Smart TV) દ્વારા તમારા જ ઘરની જાસૂસી (Spying) કરી શકે છે? તેઓ સતત 24 કલાક તમારા પર નજર રાખી શકે છે? હા, અમે હેકર્સ (Hackers) વિશે વાત કરી રહ્યા છીએ. સ્માર્ટફોન (Smartphone), લેપટોપ (Laptop) અને કમ્પ્યુટર (Computer) ઉપરાંત, સ્માર્ટ ટીવી પણ હેક થઈ શકે છે. તમારું સ્માર્ટ ટીવી Wi-Fi સાથે કનેક્ટ થાય છે. Wi-Fi માટે સેટ કરેલા નબળા પાસવર્ડ (Password) હેકર્સને ઍક્સેસ આપે છે. જેનાથી Wi-Fi હેક થઈ જાય છે, પછી હેકર્સ ટીવી અને તે નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ઉપકરણો (Devices) ને સરળતાથી હેક કરી શકે છે. જો કે, ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે, તેમનું સ્માર્ટ ટીવી હેક થઈ ગયું છે. સ્માર્ટ ટીવી તમને વિવિધ સિગ્નલ (Signal) આપે છે. પરંતુ તમે તેને અવગણો છો. આજે, અમે આ વિશે જ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે, તમે કેવી રીતે જાણી શકો છો કે તમારું સ્માર્ટ ટી.વી. હેક થયું છે કે નહીં.
Touch & Auto: સ્માર્ટ ટીવી કેવી રીતે થાય છે હેક
સૌ પ્રથમ, એ સમજવું મહત્વપૂર્ણ છે કે હેકર્સ સ્માર્ટ ટીવીને કેવી રીતે નિશાન બનાવે છે. હેકર્સ જૂના સોફ્ટવેર (Software) અથવા અનપેચ્ડ (Unpatched) સુરક્ષા નબળાઈઓનો ઉપયોગ કરીને સ્માર્ટ ટીવીમાં પ્રવેશ મેળવે છે. જેનાથી હેકર્સ સ્માર્ટ ટીવીને સ્કેન (Scan) કરી શકે છે. પછી સ્પાયવેર ઇન્સ્ટોલ (Spyware installed) કરી શકે છે. હેકર્સ રિમોટ કંટ્રોલ (Hackers Remote Control) અને સ્માર્ટ ટી.વી. વચ્ચેના સંદેશાવ્યવહારને અટકાવી શકે છે. અથવા ગંદા પેલોડ્સ ઇન્જેક્ટ (Payloads injected) કરવા માટે ડિજિટલ ટીવી બ્રોડકાસ્ટિંગ (Broadcasting) ધોરણો (જેમ કે HbbTV) જેવી કાર્યક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.
Touch & Auto:માઇક્રોફોન અને કેમેરા દ્વારા જાસૂસી
વાયરસથી સંક્રમિત USB ડ્રાઇવ જો પ્લગ ઇન હોય તો, સ્માર્ટ ટીવીને પણ નુકસાન પહોંચાડી શકે છે. હેકર્સ ટીવી પર નિયંત્રણ મેળવી શકે છે. બિલ્ટ-ઇન માઇક્રોફોન (Built-in microphone) અથવા કેમેરા દ્વારા તમારી જાસૂસી કરી શકે છે. અને ઉપકરણ પર સંગ્રહિત અથવા ટ્રાન્સમિટ (Transmit) કરેલા વ્યક્તિગત ડેટાને ઍક્સેસ (Access) કરી શકે છે.
જો ટી.વી. આપમેળે બંધ થઈ રહ્યું હોય તો ચેતી જજો
સમસ્યાને વહેલી તકે ઓળખીને તમે મુશ્કેલી ટાળી શકો છો. સ્માર્ટ ટીવી હેક થયાના ઘણા સંકેતો છે. જેમ કે ટીવી અચાનક ચાલુ કે બંધ થઈ જવું. ઘણીવાર ટીવી ચાલુ હોય ત્યારે બંધ થઈ જાય છે, અને લોકો એવું માની લે છે કે, કોઈ ટેકનિકલ (Technical) ખામીને કારણે આવું થાય છે. પરંતુ એવું નથી. આનું એક કારણ હેકિંગ પણ હોઈ શકે છે.
વોલ્યુમમાં અચાનક ફેરફાર
જો તમારું ટીવી ચાલું હોય અને આપમેળે જ અવાજ વધઘટ થાય છે. તો આ પણ એક સંકેત છે કે, તમારું ટીવી હેકર્સના હાથમાં આવી ગયું છે. જો આવું થાય, તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે.
અનિચ્છનીય પોપ-અપ્સ અને જાહેરાતો
જો તમને અનિચ્છનીય (Unwanted) પોપ-અપ્સ (Pop-ups) અથવા જાહેરાતો દેખાઈ રહી છે. તરત જ સાવધાન થઈ જાઓ. આ પણ હેકિંગનો સંકેત છે. વધુમાં, વપરાશકર્તાઓ ધીમા પ્રદર્શન અથવા ઓવરહિટીંગનો (Overheating) અનુભવ કરી શકે છે. જે બેકગ્રાઉન્ડ (Background) માં ચાલતી અનધિકૃત એપ્લિકેશનો (Unauthorized applications) ને કારણે હોઈ શકે છે. જો કોઈ સ્માર્ટ ટીવી હેક થઈ ગયું હોય, તો તે વ્યક્તિગત માહિતીને સાર્વજનિક (Public) કરી શકે છે. અથવા યુઝર્સની સંમતિ વિના અનિચ્છનીય એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરી શકે છે. જે ગોપનીયતા માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો-----Gold Rate In India: શું સોનું ₹2 લાખે પહોંચશે? નવા વર્ષ પહેલા ભાવમાં લાગેલી આગથી ગ્રાહકો પરેશાન
આ પણ વાંચો-----Health: યુવતીઓ માટે દરરોજ રનિંગ કરવું કેટલું સલામત?, WHO એ શું સલાહ આપી?


