Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ટોયોટાએ Rumion નું નવું સસ્તું વેરિઅન્ટ કર્યું લોન્ચ ,જાણો ફિચર્સ અને કિંમત

ભારતીય પરિવારોની પહેલી પસંદ ગણાતી MPV કેટેગરીમાં ટોયોટાએ (Toyota) એક મોટો માસ્ટરસ્ટ્રોક રમીને સૌને ચોંકાવી દીધા છે. રુમિયનની (Rumion) લાઇનઅપમાં થયેલા આ ફેરફારથી હવે પ્રીમિયમ અનુભવ મેળવવો વધુ પોસાય તેમ છે. માત્ર કિંમત જ નહીં, પણ સેફ્ટીના (Safety) માપદંડોમાં પણ કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. આ નવી એન્ટ્રીથી માર્કેટના (Market) સમીકરણો કેવા બદલાશે, તે જાણવું અત્યંત રોમાંચક છે.
ટોયોટાએ rumion નું નવું સસ્તું વેરિઅન્ટ કર્યું લોન્ચ  જાણો ફિચર્સ અને કિંમત
Advertisement
  • ટોયોટાએ Rumion નું નવું એન્ટ્રી-લેવલ 'E' મોડેલ બજારમાં કર્યું લોન્ચ
  • બેઝ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ અને ESP જેવી સુરક્ષા અપાઇ
  • મારુતિ એર્ટિગા અને કિયા કેરેન્સ સાથે થશે સીધી સ્પર્ધા

ભારતીય કાર બજારમાં (Indian Car Market) મલ્ટી પર્પઝ વ્હીકલ (Multi Purpose Vehicle - MPV) સેગમેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ટોયોટા કિર્લોસ્કર મોટર (Toyota Kirloskar Motor) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. કંપનીએ તેની લોકપ્રિય 7-સીટર કાર રુમિયન (Toyota Rumion) નું નવું એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ (Entry-level Variant) લોન્ચ કર્યું છે. આ નવા મોડેલની (New Model) રજૂઆત સાથે રુમિયન હવે પહેલા કરતા આશરે ₹95,000 સસ્તી થઈ ગઈ છે.

Rumion  કિંમત અને વેરિઅન્ટ્સની વિગત

નવા બેઝ વેરિઅન્ટ (Base Variant) 'E' ની એક્સ-શૉરૂમ કિંમત (Ex-showroom Price) ₹9.56 લાખ નક્કી કરવામાં આવી છે. આ સાથે હવે રુમિયન કુલ ચાર મુખ્ય ટ્રીમ લેવલમાં (Trim Levels) ઉપલબ્ધ થશે: E, S, G, અને V. સૌથી સસ્તું નવું E પેટ્રોલ મેન્યુઅલ (Petrol Manual) વેરિઅન્ટ છે, જ્યારે સૌથી મોંઘું વેરિઅન્ટ V પેટ્રોલ ઓટોમેટિક (Petrol Automatic) છે, જેની કિંમત ₹13.86 લાખ છે. ગ્રાહકોને આમાં સીએનજીનો (CNG) વિકલ્પ પણ મળે છે.

Advertisement

Advertisement

સુવિધાઓ અને સુરક્ષા

નવા એન્ટ્રી-લેવલ E વેરિઅન્ટમાં પણ કંપનીએ પાયાની સુવિધાઓ (Basic Features) જાળવી રાખી છે. તેમાં હેલોજન પ્રોજેક્ટર હેડલાઇટ્સ (Halogen Projector Headlights), LED ટેલલાઇટ્સ (LED Taillights) અને 15-ઇંચના સ્ટીલ વ્હીલ્સ (Steel Wheels) આપવામાં આવ્યા છે. કારમાં પ્રીમિયમ લુક માટે ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર (Dual-tone Interior) છે. સુરક્ષાની દ્રષ્ટિએ આમાં છ એરબેગ્સ (6 Airbags), ABS સાથે EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (Electronic Stability Program) અને હિલ હોલ્ડ કંટ્રોલ (Hill Hold Control) જેવી સલામતી સુવિધાઓ (Safety Features) સામેલ છે.

બજારમાં સ્પર્ધા

ભારતમાં ટોયોટા રુમિયન મુખ્યત્વે મારુતિ સુઝુકી એર્ટિગા (Maruti Suzuki Ertiga) અને કિયા કેરેન્સ (Kia Carens) જેવી કાર સાથે સીધી સ્પર્ધા (Competition) કરે છે. ઓછી કિંમતે ટોયોટાનો ભરોસો મળતા હવે મધ્યમ વર્ગના પરિવારો માટે (Middle Class Families) આ એક શ્રેષ્ઠ વિકલ્પ બનશે.

આ પણ વાંચો:  કરોડોની Lamborghini માત્ર 4 લાખમાં! ઝારખંડના મિકેનિકે મારુતિ 800 ને આપ્યો લક્ઝરી લુક

Tags :
Advertisement

.

×