ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TVS iQube અને Bajaj Chetak સ્કૂટર્સે ઈવી સેક્ટરમાં ભરી હરણફાળ

EV Scooterની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. આ સેગમેન્ટમાં TVS iQube અને Bajaj Chetak જેવા ઉત્પાદનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. તેથી જ ફેબ્રુઆરીમાં આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટરે Honda Activa, TVS Jupiter અને Suzuki Access સાથે ટોચની 5 સૌથી વધુ વેચાતા સ્કૂટરની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
04:44 PM Mar 24, 2025 IST | Hardik Prajapati
EV Scooterની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. આ સેગમેન્ટમાં TVS iQube અને Bajaj Chetak જેવા ઉત્પાદનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. તેથી જ ફેબ્રુઆરીમાં આ બંને ઈલેક્ટ્રિક સ્કૂટરે Honda Activa, TVS Jupiter અને Suzuki Access સાથે ટોચની 5 સૌથી વધુ વેચાતા સ્કૂટરની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
TVS iQube and Bajaj Chetak scooters make a splash Gujarat First

 

Ahmedabad: EV Scooter ખરીદનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને TVS મોટર કંપની અને Bajaj Auto જેવી કંપનીઓ આ સેગમેન્ટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ફેબ્રુઆરી 2025માં TVS iQube અને Bajaj Chetak જેવા ઈલેક્ટ્રિક સ્કૂટરોએ ટોચના 5 સૌથી વધુ વેચાતા સ્કૂટરમાં સ્થાન મેળવી લીધું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંને સ્કૂટર્સે એક રીતે હોન્ડા એક્ટિવા, ટીવીએસ જ્યુપિટર અને સુઝુકી એક્સેસ જેવા સૌથી વધુ વેચાતા સ્કૂટર્સના ગઢમાં પ્રવેશ કર્યો છે.

TVS iQube કિંમત અને સુવિધાઓ

TVS iQubeના 2 મોડેલ વેચાય છે, જેમાં iQube ના કુલ 3 વેરિઅન્ટ અને iQube STના કુલ 2 વેરિઅન્ટ છે. આમાંથી, iQube 2.2 kWhની કિંમત 1.07 લાખ રૂપિયા, iQube સેલિબ્રેશન એડિશન ની કિંમત 1.19 લાખ રૂપિયા અને iQube 3.4 kWh વેરિઅન્ટ ની કિંમત 1.36 લાખ રૂપિયા છે. આ સ્કૂટર્સની રેન્જ પ્રતિ ચાર્જ 75 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીની છે. જેની ટોચની ગતિ 78 કિમી પ્રતિ કલાક છે. iQube ST 3.4 kWh વેરિઅન્ટની કિંમત 1,55,555 રૂપિયા છે અને iQube ST 5.1 kWh વેરિઅન્ટની કિંમત 1.85 લાખ રૂપિયા છે. આ બધી એક્સ-શોરૂમ કિંમતો છે. તેમની સિંગલ ચાર્જ રેન્જ 100 કિલોમીટરથી 150 કિલોમીટર સુધીની છે. જેની ટોપ સ્પીડ 82 કિમી પ્રતિ કલાક છે.

TVS iQubeના વેચાણમાં 49 ટકાનો વધારો

ફેબ્રુઆરી મહિનામાં, TVS iQube ચોથું સૌથી વધુ વેચાતું સ્કૂટર હતું અને તેને 23,581 ગ્રાહકોએ ખરીદ્યું હતું. આ TVS ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં વાર્ષિક ધોરણે 49 ટકાનો વધારો જોવા મળ્યો છે, કારણ કે ફેબ્રુઆરી 2024માં ફક્ત 15,792 યુનિટ વેચાયા હતા. જોકે, જાન્યુઆરીમાં TVS iQubeના વેચાણમાં 5.6 ટકાનો ઘટાડો થયો હતો કારણ કે 24,991 યુનિટ વેચાયા હતા.

આ પણ વાંચોઃ  આ વાતોનું નહી રાખો ધ્યાન તો લેપટોપ આપી શકે છે દગો! લાંબા સમય સુધી ચલાવવા માટે આ ટિપ્સનું કરો પાલન

Bajaj Chetak ઈલેક્ટ્રિક કિંમત અને સુવિધાઓ

બજાજ ઓટોના લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકના કુલ 3 મોડેલ વેચાય છે. જેમાં ચેતક 3501ની એક્સ-શોરૂમ કિંમત 1.42 લાખ રૂપિયાથી 1.47 લાખ રૂપિયા સુધીની છે. તે જ સમયે, ચેતક 3502 મોડેલની એક્સ-શોરૂમ કિંમત 1.30 લાખ રૂપિયાથી 1.35 લાખ રૂપિયા સુધીની છે. ચેતક 2903ની એક્સ-શોરૂમ કિંમત 1.10 લાખ રૂપિયાથી 1.14 લાખ રૂપિયા સુધીની છે. બજાજ ચેતકની સિંગલ ચાર્જ રેન્જ 153 કિલોમીટર સુધીની છે અને તેની ટોપ સ્પીડ 73 કિમી પ્રતિ કલાક સુધીની છે.

Bajaj Chetakના વેચાણમાં 56 ટકાનો વધારો

ગયા ફેબ્રુઆરીમાં Bajaj Chetak ઈલેક્ટ્રિક સ્કૂટર 21,240 ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવ્યું હતું અને આ આંકડો આ સ્કૂટરના વેચાણમાં વાર્ષિક 56 ટકાનો વધારો દર્શાવે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ચેતક સ્કૂટરના માત્ર 13,620 યુનિટ વેચાયા હતા. જાન્યુઆરી 2025 માં ચેતક ઇલેક્ટ્રિકના વેચાણમાં માસિક 0.93 ટકાનો વધારો થયો હતો કારણ કે 21,045 યુનિટ વેચાયા હતા.

આ પણ વાંચોઃ  Windows xp Wallpaper Bliss : એક સમયે આ ચિત્ર દરેક કમ્પ્યુટર સ્ક્રીન પર જોવા મળતું, 2025 માં આવું દેખાય છે તે સ્થળ!

Tags :
Bajaj Autobajaj chetakBajaj Chetak featuresBest-selling scootersElectric mobilityElectric scooter salesEV scootersEV sector growthGujarat FirstGUJARAT FIRST NEWSHonda ActivaSales increaseSustainable transportSuzuki AccessTop-selling EV scootersTVS iQubeTVS iQube featuresTVS JupiterTVS Motor Company
Next Article