Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Cyber Fraud: રક્ષક જ બન્યા ભક્ષકનો શિકાર, યુપીમાં 4 પોલીસ જવાનો સાથે 25 લાખની ઓનલાઈન છેતરપિંડી!

આજના સમયમાં સાયબર ગુનેગારોના આતંકથી હવે કાયદાના રક્ષકો પણ સુરક્ષિત રહ્યા નથી. ઉત્તર પ્રદેશમાં સાયબર ઠગોએ ખૂબ જ ચાલાકીથી ચાર પોલીસ જવાનોને ઓનલાઈન ટ્રેડિંગના નામે શિકાર બનાવ્યા છે. આ ભેજાબાજોએ ઊંચા વળતરની લાલચ આપીને પોલીસ જવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ હાઈપ્રોફાઈલ ઘટના સાબિત કરે છે કે ડિજિટલ દુનિયામાં સાવચેતી ન રાખવામાં આવે તો, કોઈ પણ વ્યક્તિ ભોગ બની શકે છે.
cyber fraud  રક્ષક જ બન્યા ભક્ષકનો શિકાર  યુપીમાં 4 પોલીસ જવાનો સાથે 25 લાખની ઓનલાઈન છેતરપિંડી
Advertisement

Cyber Fraud: સાયબર ગુનેગારો હવે પોતાના સીમાડા વધારી રહ્યા છે. સાયબર ઠગબાજો પોલીસકર્મચારીઓને પણ શિકાર બનાવી રહ્યા છે. આવી જ ઘટના ઉત્તરપ્રદેશમાં સામે આવી છે. સાયબર ગુનેગારોએ ઉત્તર પ્રદેશમાં ચાલાકીથી ચાર પોલીસ કર્મચારીઓને ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો ભોગ બનાવ્યા છે. આ ભેજાબાજોએ પોલીસ જવાનો પાસેથી આશરે 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ હાઈપ્રોફાઈલ મામલામાં હવે સાયબર સેલે તપાસ કરીને લખનઉથી ચાર રીઢા ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. આ ઘટના ઓનલાઈન રોકાણ કરતા તમામ લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે.

Tags :
Advertisement

.

×