TEE-01B Satellite : ઇઝરાયલ-અમેરિકા સામેના યુદ્ધમાં ઇરાનનું 'ચાઇનીઝ' બ્રહ્માસ્ત્ર
- TEE-01B Satellite થકી ઇરાને અમેરિકાના એરબેઝની જાસુસી કરી
- ઇરાન-અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ અંતના આણે છે, ત્યારે માહિતી બહાર આવી
- ઇરાને ગુપચુપ રીતે ઉપગ્રહ ખરીદ્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું
TEE-01B Satellite : મે 2025 માં ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન પાકિસ્તાનને મદદ કરવામાં ચીનની ભૂમિકાનું (Pakistan - China Relationship) રહસ્ય કોઇનાથી છુપું નથી. ચીને હવે યુએસ-ઈરાન યુદ્ધમાં (USA Iran War) પણ આ જ યુક્તિનો ઉપયોગ કર્યો છે. તેણે ઈરાનને અમેરિકા સામે સચોટ ગુપ્ત માહિતી અને સેટેલાઇટ કોઓર્ડિનેટ્સ પૂરા પાડ્યા હતા. આનાથી ઈરાનને ગલ્ફ દેશોમાં યુએસ લશ્કરી થાણાઓ પર ચોક્કસ હુમલા કરવામાં મદદ મળી હોવાનું સામે આવ્યું છે. જો કે, ચીને સતત ઈરાનને શસ્ત્રો પૂરા પાડવાનો ઇનકાર કર્યો છે, લીક થયેલા લશ્કરી દસ્તાવેજો દર્શાવે છે કે, ઈરાને કથિત રીતે ચીની જાસૂસી ઉપગ્રહમાંથી લાઈવ ફીડ્સ મેળવ્યા હતા, જેનો ઉપયોગ તે પશ્ચિમ એશિયામાં યુએસ ઠેકાણાઓને નિશાન બનાવવા માટે કરતો હતો.
TEE-01B Satellite, લશ્કરી થાણાઓનું નિરીક્ષણ કરવાનો આદેશ
મીડિયા અહેવાલ આપે છે કે, ઈરાને 2024 માં ગુપ્ત રીતે આ ચીની ઉપગ્રહ ખરીદ્યો હતો. ફક્ત ઈરાન અને ચીનના ટોચના નેતૃત્વને જ આ ખરીદીની જાણ હતી. અહેવાલ મુજબ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના એરોસ્પેસ ફોર્સે TEE-01B ઉપગ્રહ ખરીદ્યો હતો, જ્યારે ચીની કંપની અર્થ આઈ કંપનીએ (Chinese Company - Earth Eye) તેને 2024 માં અવકાશમાં લોન્ચ કર્યું હતું. અહેવાલમાં સમય-સ્ટેમ્પ્ડ કોઓર્ડિનેટ સૂચિઓ (Time Stamp Co Ordinate List), સેટેલાઇટ છબીઓ (Satellite Images) અને ભ્રમણકક્ષા વિશ્લેષણનો (Orbit Analysis) ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં એમ પણ જણાવાયું છે કે, ઈરાની લશ્કરી અધિકારીઓએ ઉપગ્રહને મુખ્ય યુએસ લશ્કરી થાણાઓનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો ----------- Social Media Ban છતાં ઓસ્ટ્રેલિયામાં બાળકો દ્વારા બેધડક ઉપયોગ, તપાસ શરૂ
TEE-01B Satellite, પ્રિન્સ સુલતાન એર બેઝની છબીઓ કેપ્ચર કરી
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ સોદા દ્વારા, IRGC એ ચીની કંપની Emposat ના કોમર્શિયલ ગ્રાઉન્ડ સ્ટેશનો સુધી પહોંચ મેળવી હતી. Emposat બેઇજિંગ સ્થિત ડેટા સેવાઓ અને સેટેલાઇટ નિયંત્રણ સપ્લાયર છે. તેનું નેટવર્ક એશિયા, લેટિન અમેરિકા અને તેનાથી આગળ ફેલાયેલું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ ચીની/ઈરાની ઉપગ્રહે 13, 14 અને 15 માર્ચે સાઉદી અરેબિયામાં પ્રિન્સ સુલતાન એર બેઝની છબીઓ કેપ્ચર કરી હતી. જ્યારે IRGC એ આ બેઝ પર હુમલો કર્યો, ત્યારે ઉપગ્રહે બહેરીનના મનામામાં યુએસ નેવીના ફિફ્થ ફ્લીટ નેવલ બેઝ, ઇરાકમાં એર્બિલ એરપોર્ટ અને જોર્ડનમાં મુવફાક સાલ્ટી એર સ્ટેશનનું પણ નિરીક્ષણ કર્યું હતું.
કંપનીના માલિકીના કોઇ સેટેલાઇટ નથી
મીડિયા અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે ચીની સેટેલાઇટ કંપનીઓએ ઈરાનને સચોટ માહિતી સાથે મદદ કરી હોય. 27 માર્ચ, 2026 ના રોજ પ્રિન્સ સુલતાન બેઝ પર ઈરાની હુમલા પહેલા ચીન સાથે જોડાયેલી એક કંપનીએ સેટેલાઇટ છબીઓ પૂરી પાડી હતી. આ હુમલામાં ઘણા યુએસ સૈનિકો ઘાયલ થયા હતા, એક E-3G વિમાનનો નાશ થયો, અને ઘણા KC-135 ટેન્કર વિમાનને નુકસાન થયું હતું. ભૂ-અવકાશી ગુપ્તચર ક્ષેત્રમાં કામ કરતી ચીની કંપની મિઝારવિઝનએ (MizarVision) મધ્ય પૂર્વમાં યુએસ લશ્કરી થાણાઓ અને ત્યાં તૈનાત વિમાનોની છબીઓ પ્રકાશિત કરી, જે ઈરાનને તે સ્થળોએ ક્ષમતાઓ અને યુએસ સાધનોનો ખુલાસો કરે છે. જો કે, મિઝારવિઝન (MizarVision) તેના પોતાના ઉપગ્રહોની માલિકી ધરાવતું નથી.
આ પણ વાંચો ----------- અંતિમ સમયની ગણતરી શરૂ? NASA ના સુપરકોમ્પ્યુટરે પૃથ્વીના વિનાશની તારીખ જાહેર કરી!


