Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Smart Tips: Google Chrome નો ઉપયોગ થઈ જશે વધુ સ્મૂધ, માત્ર આ 4 ટિપ્સથી તમારા કોમ્યુટરની ગતિ ઝડપી થશે

Google અને Chrome વિશ્વનું સૌથી લોકપ્રિય બ્રાઉઝર છે. પરંતુ શું તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવીરીતે કરવો તે જાણો છો? તો આજે, અમે તમને કેટલીક ટિપ્સ આપીશું. જેના ઉપયોગથી તમારું કોમ્પ્યુટર ઝડપી થઈ જશે. આ ટિપ્સ ફોલો કરીને તમે કોઈપણ બાહ્ય એક્સટેન્શન વિના તમારા ક્રોમ બ્રાઉઝરને સુપર ફાસ્ટ બનાવી શકો છો. ક્રોમ બ્રાઉઝર વાપરવા માટે આ ચાર ટિપ્સ તમારી કામગીરીને ખૂબ સરળ બનાવશે. આવો જણીએ આ જાદુઈ ટિપ્સ વિશે.
smart tips  google chrome નો ઉપયોગ થઈ જશે વધુ સ્મૂધ  માત્ર આ 4 ટિપ્સથી તમારા કોમ્યુટરની ગતિ ઝડપી થશે
Advertisement
  • Smart Tips: શું તમારું કોમ્પ્યુટરની ગતિ ધીમી છે?
  • ઘણા બધા Tab થી તમારું માથું ચકરાઈ જાય છે
  • એકવાર અપનાવી જુઓ આ સરળ 4 ટિપ્સ

Smart Tips: ગૂગલ અને ક્રોમ દુનિયાનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર છે. પરંતુ તેની ઘણી અદ્યતન સુવિધાઓથી મોટાભાગના લોકો અજાણ છે. કોમ્પ્યુટરને ચલાવવાની પદ્ધતિ એટલી વિશાળ છે કે, તેને યાદ રાખવું મુશ્કેલ બને છે. આપણે ઘણીવાર આપણા કાર્યને સરળ બનાવવા માટે વિવિધ એક્સટેન્શન ડાઉનલોડ કરીએ છીએ. જે બ્રાઉઝરને હેંગ કરવા લાગે છે. આ રિપોર્ટમાં, અમે તમને ક્રોમની બિલ્ટ-ઇન સેટિંગ્સ (Built-in settings) વિશે જણાવીશું. જે વધારાના સાધનોની જરૂર વગર તમારા વર્કફ્લોને (Workflow) સંપૂર્ણપણે બદલી શકે છે. જેના માટે માત્ર 4 ટિપ્સને અનુસરવાની જરૂર છે. આ 4 જાદુઈ ટિપ્સ જે તમારા Google Chrome ના ઉપયોગની રીત બદલી નાખશે. જેના માટે તમારે કોઈ એક્સટેન્શનની (Extension) પણ જરૂર નથી. અને તમારું કોમ્પ્યુટર ઝડપી બની જશે.

Smart Tips GOOGLE CROME 01_GUJARAT_FIRST

Advertisement

Smart Tips: Google Chrome ની 4 Tips:

  • 1) ટેબ ગ્રુપ્સ (Tab Groups): છૂટાછવાયા કામને નવો દેખાવ આપો

જો તમે ઓફિસ કે રિસર્ચ વર્ક દરમિયાન ડઝનેક ટેબ્સ ખોલો છો, પછી મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તો ગભરાવાની જરૂર નથી. આ 'ટેબ ગ્રુપ્સ' (Tab Groups) તમારા માટે બનાવવામાં આવ્યું છે. આ સુવિધા તમને સમાન કાર્યોવાળા ટેબ્સને રંગીન ફોલ્ડરમાં ગ્રુપ કરવાની મંજૂરી આપે છે. કોઈપણ ટેબ પર રાઈટ-ક્લિક કરો અને 'Add tab to new group' પસંદ કરો. હવે તમે તે ગ્રુપને નામ અને ચોક્કસ રંગ આપી શકો છો. આ તમને જાણવામાં મદદ કરશે કે, કયું ગ્રુપ ઓફિસ માટે છે. અને કયું વ્યક્તિગત માટે છે.

Advertisement

  • 2. ટેબ શોધ (Tab Search): ખોવાયેલા ટેબ્સને એક ક્ષણમાં શોધો

જ્યારે તમારા બ્રાઉઝરમાં (Browser) 20-30 ટેબ ખુલ્લા હોય, ત્યારે તેમના નામ ઝાંખા પડી શકે છે. તમારે જેમાં કામ કરવું છે, તેને શોધવા માટે દરેક ટેબમાંથી પસાર થવાની જરૂર નથી. ફક્ત તમારા કીબોર્ડ પર Ctrl + Shift + A દબાવો. તમારા બધા ખુલ્લા ટેબ્સની સૂચિ દેખાશે. ફક્ત તમારા કીવર્ડ લખો અને તે ટેબ પર જાઓ. આ તમારો ઘણો કિંમતી સમય બચી જશે.

  • ૩. મેમરી સેવર (Memory Saver): કોમ્પ્યુટરને નહીં થવા દે હેંગ

મોટાભાગના લોકો ફરિયાદ કરે છે કે, ગૂગલ ક્રોમ ખૂબ જ RAM વાપરે છે. આ સમસ્યાને મૂળમાંથી દૂર કરવા માટે, ક્રોમમાં જ 'મેમરી સેવર' સુવિધા આપવામાં આવી છે. તે એવા ટેબ્સને અસ્થાયી રૂપે કાઢી નાખે છે, જેનો તમે હાલમાં ઉપયોગ નથી કરી રહ્યા. આ તમારા કોમ્પ્યુટરની મેમરી મુક્ત કરે છે. અને તે ઝડપથી ચાલવા લાગે છે. તેને ચાલુ કરવા માટે ક્રોમના સેટિંગ્સ (Settings) માં જાઓ પછી પરફોર્મન્સ (Performance) પર ક્લિક કરો અને મેમરી સેવર (Memory Saver) ચાલુ કરો.

  • ૪. એનર્જી સેવર (Energy Saver): તમારા લેપટોપની બેટરી લાંબા સમય સુધી ચાલશે

જો તમે તમારા લેપટોપ પર કામ કરી રહ્યા છો. અને નજીકમાં ચાર્જર નથી, તો "એનર્જી સેવર" (Energy Saver) મોડ ખૂબ ઉપયોગી થશે. આ ફિચર બેગ્રાઉન્ડ એક્ટિવિટી (Background activity) અને કેટલીક વિજ્યુઅલ ઈફેક્ટની (Visual effect) અસરો ઘટાડે છે. જ્યારે પણ તમારું લેપટોપ અનપ્લગ થાય છે. અથવા તેની બેટરી 20% થી નીચે જાય છે, ત્યારે તેને સક્રિય કરવું જોઈએ. આ ફિચરથી તમે તમારી સિસ્ટમ પર લાંબા સમયથી કામ કરી શકો છો.

Smart Tips GOOGLE CROME 02_GUJARAT_FIRST

આ પણ વાંચો- માત્ર રૂ. 3,333 માં Google Pixel ફોન ખરીદો, જાણો શું છે Upgrade Program

આ પણ વાંચો- Chinese robot: ચીને બનાવ્યો એવો રોબોટ, દેખાવમાં રૂપસુંદરીને પણ રાખે પાછળ, જુઓ રોબોટિક્સ કંપનીનો આવિષ્કાર!

Tags :
Advertisement

.

×