Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

નવું Washing Machine ખરીદતા પહેલા જાણી લો, મહિનાનો વીજળીનો ખર્ચ કેટલો આવશે?

નવું Washing Machine ખરીદતી વખતે આપણે તેની સુવિધાઓ તો જોઈએ છીએ, પરંતુ અસલી ચિંતા વીજળીના બિલને (Electricity Bill) લઈને હોય છે. ખાસ કરીને 7 કિલોના મશીનમાં એક કલાકના વોશિંગ સાયકલ દરમિયાન કેટલી વીજળી વપરાય છે, તેની ગણતરી સમજવી ખૂબ જરૂરી છે.
નવું washing machine ખરીદતા પહેલા જાણી લો  મહિનાનો વીજળીનો ખર્ચ કેટલો આવશે
Advertisement
  • 7 કિલોના Washing Machine માં પ્રતિ સાયકલ 0.25 થી 0.35 યુનિટનો વપરાશ
  • ગરમ પાણીનો ઉપયોગ કરવાથી બિલમાં થઈ શકે છે મોટો વધારો
  • હીટર અને ડ્રાયર સાથે વીજ વપરાશ 2 યુનિટ સુધી પહોંચી શકે છે
  • ઇકો અને ક્વિક વોશ મોડ વીજળી બચાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ

નવું Washing Machine ખરીદતી વખતે આપણે તેની સુવિધાઓ તો જોઈએ છીએ, પરંતુ અસલી ચિંતા વીજળીના બિલને (Electricity Bill) લઈને હોય છે. ખાસ કરીને 7 કિલોના મશીનમાં એક કલાકના વોશિંગ સાયકલ દરમિયાન કેટલી વીજળી વપરાય છે, તેની ગણતરી સમજવી ખૂબ જરૂરી છે.

7 કિલોના Washing Machine નો વપરાશ

જો કે અલગ અલગ કિલોના મશિનમાં જુદી-જદી વીજળીનો વપરાશ થાય છે. વિજય સેલ્સ (Vijay Sales) અનુસાર, 7 કિલોની ક્ષમતા ધરાવતું વોશિંગ મશીન સામાન્ય રીતે એક વોશિંગ સાયકલ (એટલે કે એકવાર પૂરેપૂરું મશીન ભરીને કપડાં ધોવા) દરમિયાન આશરે 0.25 થી 0.35 યુનિટ વીજળી વાપરે છે.

Advertisement

ખર્ચની ગણતરી

જો તમારા વિસ્તારમાં વીજળીનો દર પ્રતિ યુનિટ ₹7 હોય, તો 0.25 યુનિટ માટે ખર્ચ ₹1.75 છે. તેમજ 0.35 યુનિટ માટે ₹2.45 ખર્ચ થાય છે. જો તમે 1 કલાકના વોશિંગ સાયકલમાં વીજળીનો વપરાશ સામાન્ય રીતે, 1 કલાક સુધી ચાલતા ધોવાના ચક્રમાં વીજળીનો વપરાશ નીચે મુજબ હોઈ શકે છે. સામાન્ય વોશ માટે આશરે 0.2 યુનિટ (₹1.4) થી 0.4 યુનિટ (₹2.8) વીજળી વપરાય છે. હીટર અને ડ્રાયરનો ઉપયોગ: જો તમે ગરમ પાણી (Hot Water) અથવા ડ્રાયર સેટિંગ્સનો ઉપયોગ કરો છો, તો વપરાશ વધીને 1 યુનિટ (₹7) થી 2 યુનિટ (₹14) સુધી પહોંચી શકે છે.

Advertisement

વીજળી બચાવવા માટે મુખ્ય 3 પરિબળો છે

ગરમ પાણીનો ઉપયોગ: હીટર ફંક્શન ચાલુ કરવાથી વીજળીનો વપરાશ સીધો વધી જાય છે.

વોશ સાયકલ: ઇકો (Eco) અથવા ક્વિક વોશ (Quick Wash) પસંદ કરવાથી વીજળી અને પાણી બંનેની બચત થાય છે.

સ્ટાર રેટિંગ: મશીનની કાર્યક્ષમતા રેટિંગ (Star Rating) જેટલી વધારે, વીજળીનો વપરાશ તેટલો ઓછો.

આ પણ વાંચો - Mount Dukono Volcano : જ્વાળામુખીની રાખ 32 હજાર ફૂટ ઉંચે પહોંચી, ત્રણના મોત

Tags :
Advertisement

.

×