Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ghibli ટ્રેન્ડના જોખમ અંગે શું કહે છે Quick Heal અને McAfeeના experts? પ્લીઝ બી કેરફુલ....

અત્યારે Ghibliમાં કોમિક ઈમેજ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો કે આ ટ્રેન્ડ સાથે ચાલવાથી આપ સાયબર એટેકના ભોગ બની શકો છો. આપે Ghibliમાંથી કોમિક ઈમેજ બનાવતા પહેલા ખાસ તો શેર કરતા પહેલા Quick Heal અને McAfee જેવી Cybersecurity કંપનીના સીઈઓ શું કહે છે તે જાણી લેવું જોઈએ.
ghibli ટ્રેન્ડના જોખમ અંગે શું કહે છે quick heal અને mcafeeના experts  પ્લીઝ બી કેરફુલ
Advertisement
  • Ghibli તમારી પ્રાઈવસી અને કોન્ફેડિશિયાલિટીને પણ નુકસાન પહોંચાડી શકે છે
  • Ghibli ટ્રેન્ડ દ્વારા સ્ટોર કરવામાં આવેલા ફોટો તેમજ ડેટાનો દુરુપયોગ થવાની સંભાવના છે
  • ક્રિયેટીવિટીના નામે યુઝર્સ એવો ડેટા શેર કરે છે જેની કોઈ જરૂર જ હોતી નથી

Ahmedabad: Ghibli ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે. જો તમે પણ આ ટ્રેન્ડમાં રહેવા માટે તમારી કોમિક ઈમેજ બનાવી છે તો ચેતજો તમે સાયબર અટેકના શિકાર બની શકો છો. Ghibli તમારી પ્રાઈવસી અને કોન્ફેડિશિયાલિટીને પણ નુકસાન પહોંચાડી શકે છે. નિષ્ણાતો કહે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને AI ટૂલ્સની કોન્ફિડેન્શિયાલિટી પોલિસીમાં સ્પષ્ટતાનો અભાવ છે. આવી સ્થિતિમાં Ghibli ટ્રેન્ડ દ્વારા સ્ટોર કરવામાં આવેલા ફોટો તેમજ ડેટાનો દુરુપયોગ થવાની સંભાવના છે.

Quick Healના સીઈઓનું નિવેદન

સાયબર સીક્યુરિટી પૂરી પાડતી કંપની ક્વિક હીલ ટેક્નોલોજીસના સીઈઓ વિશાલ સાલ્વી કહે છે કે, આ AI ટૂલ્સ ન્યુરલ સ્ટાઈલ ટ્રાન્સફર કેલ્ક્યુલેશન સ્ટાઈલનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં ફક્ત તમારા ફોટા અપલોડ કરીને, આ AI ટૂલ્સ ઘણા પ્રકારના ડેટા રીડ અને સ્ટોર કરી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે કંપનીઓ ડેટા સ્ટોર ન કરવાનો દાવો કરે છે, તેમ છતાં અપલોડ કરેલા ફોટાનો ઉપયોગ સર્વેલન્સ અથવા જાહેરાત માટે AI મોડેલોને તાલીમ આપવા માટે થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચોઃ  હવે તમે કેમેરા અને સ્ક્રીન શેર કરીને AI સાથે વાત કરી શકો છો, Google Gemini Live નું મોટું અપડેટ

Advertisement

McAfeeના પ્રતિમ મુખર્જી મત

મેક અફીના પ્રતિમ મુખર્જીનો પણ આવો જ મત છે. તેમનું કહેવું છે કે, કોન્ફિડેશ્યિાલિટી અને AI ટૂલ્સ એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે તેઓ યુઝર્સને સમજવા દેતા નથી કે તેઓ આખરે કયા પ્રકારનો ડેટા સ્ટોર કરવા માટે પરમિશન માંગી રહ્યા છે. ઘણી વખત ક્રિયેટીવિટીના નામે યુઝર્સ એવો ડેટા શેર કરે છે જેની કોઈ જરૂર જ નથી.

અન્ય cyber expertsઅનુસાર

cyber experts અનુસાર તમારા ફોટો ડેટાનો ઉપયોગ ડીપફેક અને આઈડેન્ટીટી થેફ્ટ માટે થઈ શકે છે. કેસ્પરસ્કીના વ્લાદિસ્લાવ તુષ્કાનોવ કહે છે કે, ઈમેજીસમાંથી કલેક્ટ કરવામાં આવેલ ડેટા લીક થઈ શકે છે અથવા ડાર્ક વેબ પર વેચાઈ શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે એકવાર ફોટો જાહેર થઈ જાય પછી તેને પાછો લેવો મુશ્કેલ બની જાય છે. જ્યારે પણ તમે Ghibli ટ્રેન્ડ માટે AI ટૂલ પર ફોટો અપલોડ કરો છો ત્યારે તમે ફક્ત તમારા ચહેરાની વિગતો જ નહિ પરંતુ અન્ય ઘણા પ્રકારના ડેટા પણ શેર કરી રહ્યા છો. આમાં તમારા ટૂલ વિશે સ્થાન, સમય અને મેટાડેટા શામેલ છે. જે તમારી કોન્ફિડેન્શિયાલિટી જોખમમાં મૂકી શકે છે. AI એપ્સ પર અંગત ફોટા શેર કરતી વખતે તમારે સાવધાની રાખવાની જરૂર છે. આમાં મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવા ઉપરાંત અપલોડિંગ પહેલા પહેલા મેટાડેટા દૂર કરવો હિતાવહ છે.

આ પણ વાંચોઃ  Microsoft ફ્રીમાં શીખવશે AI અને તે પણ હિન્દીમાં...

Tags :
Advertisement

.

×