Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elon Musk ના કેકિયસ મેક્સિમસ અવતારની શું અસર થઈ ?

એલોન મસ્ક (Elon Musk) એ X પરની પોતાની પ્રોફાઇલમાં પોતાનું નામ બદલીને કેકિયસ મેક્સિમસ (Kekius Maximus) રાખ્યું. મસ્કે પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો છે. જેમાં તે રોમન એમ્પરરના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ Caecius Maximus નામક ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ વોલ્યૂમ 72 ટકા વધી ગયું છે.
elon musk ના કેકિયસ મેક્સિમસ અવતારની શું અસર થઈ
Advertisement
  • Elon Musk એ Kekius Maximus ઉપનામ ધારણ કર્યુ
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઈલમાં Kekius Maximus નામ લખ્યું
  • આ ઘટનાને પરિણામે Kekius Maximus નામક ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ વોલ્યૂમ 72 ટકા વધી ગયું

Elon Musk : ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના સીઈઓ એલોન મસ્ક (Elon Musk) ની ગણતરી વિશ્વના સૌથી ધનિક લોકોમાં થાય છે. જો કે એલોન તેની વિચિત્ર હરકતો માટે પણ જાણીતો છે. હવે Elon Musk એ પોતાનું ઉપનામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઈલમાં કેકિયસ મેક્સિમસ (Kekius Maximus) રાખ્યું છે. તાજેતરમાં મસ્કના પ્રોફાઈલ ફોટો પર તેનું નામ ગોર્કલોન રસ્ટ હતું. નામ બદલવાની સાથે મસ્કે પોતાનો પ્રોફાઈલ ફોટો પણ બદલ્યો છે. ફોટામાં તે બખ્તર વગેરે પહેરેલો જોવા મળે છે. જાણે કે તે કોઈ યુદ્ધ માટે જવાનો હોય. આ ઘટનાને પરિણામે Kekius Maximus નામક ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ વોલ્યૂમ 72 ટકા વધી ગયું છે.

કેકિયસ મેક્સિમમ ઉપનામ કેમ ?

વિશ્વના ધનિકો પૈકીના એક એવા Elon Musk એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પ્રોફાઈલમાં પોતાને સમ્રાટ મેક્સિમસ તરીકે વર્ણવ્યો છે. કેકિયસ મેક્સિમમ ખરેખર શું છે અને મસ્ક તેનો પ્રચાર શા માટે કરી રહ્યો છે તે પણ મહત્વપૂર્ણ છે. અહેવાલો અનુસાર, Kekius Maximus એક ક્રિપ્ટોકરન્સી છે. એલોન મસ્કે જ્યારથી ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કર્યો ત્યારથી તેની કિંમતમાં વધારો થયો છે. મેક્સિમસ એક લેટિન શબ્દ છે જેનો અર્થ સૌથી મહાન થાય છે. રિપોર્ટ અનુસાર, જ્યારથી મસ્કે આ નામ અપનાવ્યું છે, ત્યારથી આ ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં તેના ટ્રેડિંગ વોલ્યુમમાં 72 ટકાથી વધુનો વધારો થયો છે. અગાઉ, મસ્કે ગોર્કલોન રસ્ટ ઉપનામ ધારણ કર્યુ હતું જેનો અર્થ પણ સિક્કા જેવા ચલણને અનુરુપ થાય છે.

Advertisement

Caecius Maximus Gujarat First-1

Caecius Maximus Gujarat First-1

Advertisement

આ પણ વાંચોઃ  Summer Vacation માં બાળકોની સ્માર્ટનેસ વધારતી કેટલીક Smart Apps

સતત ચર્ચામાં રહે છે

ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના સીઈઓ Elon Musk સતત ચર્ચામાં રહેવા કંઈક ને કંઈક ગતકડાં કરે છે. મસ્કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને સરાજાહેર સમર્થન આપ્યું હતું. ટ્રમ્પના સત્તામાં આવ્યા પછી, Elon Musk ને યુએસ સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મસ્ક ભારતમાં પણ પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. તે ટૂંક સમયમાં દેશમાં તેની સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે મથામણ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મસ્કની કંપનીને પ્રારંભિક મંજૂરી મળી ગઈ છે. સ્ટારલિંકે દેશભરમાં સ્ટારલિંક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે એરટેલ અને જિયો જેવી કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી છે.

Caecius Maximus Gujarat First-2

Caecius Maximus Gujarat First-2

આ પણ વાંચોઃ  બાળકો માટે અગત્યના અને અનિવાર્ય એવા Minor PAN Card વિશે જાણો વિગતવાર

Tags :
Advertisement

.

×