WhatsApp નું નવું ફીચર! હવે યુઝર્સ AI કન્ટેન્ટ ઓળખી શકશે, જાણો કેવી રીતે
WhatsApp પર AIથી તૈયાર થતા ફોટો અને વીડિયો અંગે પારદર્શિતા વધારવા માટે એક નવું ફીચર તૈયાર થઈ રહ્યું છે. ખાસ કરીને Channels માટે આવનાર આ સુવિધા Admin અને યુઝર્સ વચ્ચે કન્ટેન્ટની ઓળખ વધુ સ્પષ્ટ બનાવી શકે છે. હાલમાં તેનો પ્રયોગ મર્યાદિત iOS Beta યુઝર્સ સાથે થઈ રહ્યો છે.
Advertisement
WhatsApp AI Content Label: WhatsApp પર AIથી બનાવવામાં આવેલા અથવા એડિટ કરાયેલા ફોટો-વિડિયો અંગે યુઝર્સને વધુ સ્પષ્ટ માહિતી મળી શકે તે માટે નવું AI Content Label ફીચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા ખાસ કરીને WhatsApp Channels માટે ઉપયોગી બનશે, જેમાં Channel Admin કોઈ મીડિયા ફાઇલ AIની મદદથી બનાવવામાં કે બદલવામાં આવી છે કે નહીં તે અંગે Label લગાવી શકશે.

