Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Update : આ ફોનમાં હવેથી નહીં ચાલે એપ્લિકેશન, જાણો કારણ !

WhatsApp Update, જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં એપ સપોર્ટ સમાપ્ત થશે, જૂની સિસ્ટમ આવશ્યકતાઓ અને સુરક્ષા ધોરણોને કારણે WhatsApp જૂના એન્ડ્રોઇડ વર્ઝન માટે સપોર્ટ બંધ કરી રહ્યું છે. WhatsApp હવે Android 6.0 (Marshmallow) કરતા જૂના વર્ઝન પર કામ કરશે નહીં, આનો અર્થ એ છે કે, Android 5.0 અને 5.1 ચલાવતા યુઝર્સ માટે એપ્લિકેશન ભૂતકાળની વાત બની જશે, જેથી બેકઅપ લેવું જરૂરી છે.
whatsapp update   આ ફોનમાં હવેથી નહીં ચાલે એપ્લિકેશન  જાણો કારણ
Advertisement
  • WhatsApp Update, જૂના એન્ડ્રોઇડ વર્ઝનમાં એપ સપોર્ટ સમાપ્ત થશે
  • કંપની દ્વારા યુઝર્સને એલર્ટ કરવા માટે સંદેશા મોકલવામાં આવી રહ્યા છે
  • યુઝર્સને ચેટનો ડેટા સેવ કરીને સાચવી રાખવાની સલાહ અપાઇ છે

WhatsApp Update : મેસેજિંગ એપ WhatsApp સમયાંતરે યુઝર્સની સુરક્ષા માટે તેના ફીચર્સ અને સુરક્ષાને અપડેટ કરે છે. આ સંદર્ભમાં, કંપનીએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 8 સપ્ટેમ્બર, 2026 થી, WhatsApp એપ્લીકેશન જૂના એન્ડ્રોઇડ વર્ઝન ચલાવતા લાખો સ્માર્ટફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. જો તમે જૂના ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

WhatsApp Update, એપ્લિકેશન ભૂતકાળની વાત બની જશે

આ નિર્ણયને લાગુ કરવા અંગે 8 સપ્ટેમ્બરની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી રહી છે. જૂની સિસ્ટમ આવશ્યકતાઓ અને સુરક્ષા ધોરણોને કારણે WhatsApp જૂના એન્ડ્રોઇડ વર્ઝન માટે સપોર્ટ બંધ કરી રહ્યું છે. WhatsApp હવે Android 6.0 (Marshmallow) કરતા જૂના વર્ઝન પર કામ કરશે નહીં, આનો અર્થ એ છે કે, Android 5.0 અને 5.1 ચલાવતા યુઝર્સ માટે એપ્લિકેશન ભૂતકાળની વાત બની જશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Smart Umbrella : મોબાઇલ ફોનની જેમ હવે હાઇટેક છત્રીનો વિકલ્પ પણ મળશે !

WhatsApp Update, સ્ટોરેજમાં બેકઅપ લેવાની સલાહ

કંપનીએ આ અપડેટ્સથી પ્રભાવિત થનારા સંભવિત યુઝર્સને ઇન-એપ ચેતવણીઓ મોકલવાનું શરૂ કર્યું છે. જો તમારા સુધી પણ આવો સંદેશો પહોંચ્યો હોય, તો સાવચેત રહો. એપ તરફથી સપોર્ટ સમાપ્ત થાય તે પહેલાં ચેટ્સને તમારી મેમરીમાં સાચવો. WhatsApp એ યુઝર્સને તેમની ચેટ્સનો Google ડ્રાઇવ અથવા સ્થાનિક સ્ટોરેજમાં બેકઅપ લેવાની સલાહ આપી છે.

"નોટિફિકેશન બબલ્સ" કામકાજ ચાલું

સારા સમાચાર એ છે કે, આ નિર્ણય Apple યુઝર્સને અસર કરશે નહીં. iOS 15.1 કે તેથી વધુ વર્ઝન ચલાવતા iPhone પર WhatsApp રાબેતા મુજબ કાર્ય કરવાનું ચાલુ રાખશે. સપોર્ટ સમાપ્ત કરવા ઉપરાંત, WhatsApp "નોટિફિકેશન બબલ્સ" (Notification Bubbles) જેવી નવી સુવિધાઓ પર કામ કરી રહ્યું છે. આ ફેસબુક મેસેન્જર જેવું જ હશે, જે ચેટિંગ અને મલ્ટીટાસ્કિંગને સરળ બનાવશે.

આ પણ વાંચો - Gaganyaan માં બેસીને અંતરિક્ષની મુસાફરી માટે સામાન્ય માણસનું નસીબ ખુલશે !

Tags :
Advertisement

.

×