WhatsApp new feature: ભૂલકણા લોકો માટે વરદાન, કોઈનો પણ બર્થડે કે એનિવર્સરી હવે નહીં છૂટે, WhatsApp જાતે મોકલશે શુભેચ્છા
WhatsApp હવે એક મેસેજ શેડ્યૂલિંગ ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને ચોક્કસ સમયે મેસેજ મોકલવાનું શેડ્યૂલ કરવાની મંજૂરી આપશે. આ ફીચર બીટા વર્ઝનમાં રોલઆઉટ કરવામાં આવ્યું છે. ચાલો સમજાવીએ કે આ ફીચર કેવી રીતે કામ કરશે અને કયા યુઝર્સને પહેલા રોલઆઉટ કરવામાં આવશે.
Advertisement
- WhatsApp new feature: હવે કોઈને Wish કરવા માટે રાત્રે જાગવાની જરૂર નથી!
- WhatsApp લાવી રહ્યું છે ધાંસુ મેસેજ શેડ્યૂલર ફીચર
- WhatsApp યુઝર્સની વર્ષોની પ્રતીક્ષાનો આવશે અંત
- હવે ચોક્કસ સમયે મેસેજ આપમેળે મોકલી શકાશે
- જન્મદિવસની શુભેચ્છા ભૂલાઈ જવાની ચિંતા છોડો!
- જાણો WhatsAppનું નવું ‘Message Schedule’ ફીચર કેવી રીતે કામ કરશે
- WhatsApp લાવ્યું મેસેજ શેડ્યૂલ કરવાની સુવિધા, હવે તમારી ઊંઘ બગડશે નહીં!
WhatsApp new feature: WhatsApp વપરાશકર્તાઓ (Users) વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે સુવિધા (Facility) ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. કંપની હવે સત્તાવાર રીતે (Officially) લાંબા સમયથી વિનંતી કરાયેલ મેસેજ શેડ્યૂલ (Message schedule) સુવિધા પર કામ કરી રહી છે. WhatsApp ડેવલપમેન્ટને ટ્રેક કરતી સાઇટ WABetaInfo ના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે, આ સુવિધા આપમેળે નિર્ધારિત સમયે ટેક્સ્ટ સંદેશા મોકલશે. આ વિકાસ સૌપ્રથમ ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ (Testflight program) દ્વારા પ્રકાશિત નવીનતમ iOS બીટા અપડેટ (સંસ્કરણ 26.7.10.72) માં જોવા મળ્યો હતો.

