WhatsApp: હવે Jio, Airtel અને Vi એપની નથી જરૂર, વોટ્સએપથી કરો સીધુ મોબાઈલ રિચાર્જ!
- WhatsApp: રિચાર્જ કરવાની રીત બદલાઈ ગઈ
- વોટ્સએપે લોન્ચ કર્યું ખાસ ફીચર
- જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.
- ચેટિંગની સાથે હવે રિચાર્જ પણ!
WhatsApp: લોકપ્રિય મેસેજિંગ એપ (Messaging App) વોટ્સએપે ભારતીય યુઝર્સ માટે એક મોટી સુવિધા જાહેર કરી છે. હવે યુઝર્સને પોતાનું મોબાઈલ રિચાર્જ (Mobile Recharge) કરવા માટે અલગ-અલગ પેમેન્ટ એપ્સ ખોલવાની જરૂર પડશે નહીં. કંપની દ્વારા આ નવી સુવિધા માટે પેમેન્ટ કંપની પેયૂ (PayU) સાથે મહત્વની ભાગીદારી કરવામાં આવી છે. આ ફીચર એન્ડ્રોઈડ (Android) અને આઈઓએસ (iOS) બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આગામી થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે.
WhatsApp: વોટ્સએપ અને પેયૂ વચ્ચે ભાગીદારી
વોટ્સએપનું આ નવું રિચાર્જ સોલ્યુશન (Recharge Solution) પેયૂ સાથેની પાર્ટનરશિપ (Partnership) હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ સહયોગને કારણે પેમેન્ટ પ્રોસેસ (Payment Process) અત્યંત ઝડપી અને સુરક્ષિત બનશે. આ ફીચરની મદદથી યુઝર્સ માત્ર પોતાનો જ નહીં, પરંતુ મિત્રો અને પરિવારના સભ્યોના મોબાઈલ નંબર પણ સરળતાથી રિચાર્જ કરી શકશે. જીયો (Jio), એરટેલ (Airtel) અને વી (Vi) જેવા તમામ મુખ્ય ટેલિકોમ ઓપરેટર્સના પ્લાન્સ (Plans) વોટ્સએપની અંદર જ જોવા મળશે.
આ પણ વાંચો---- હવામાં ઉડતી કાર ના માર્કેટમાં મોટો બદલાવ લાવશે Xpeng, જાણો શું કરી જાહેરાત
WhatsApp: રિચાર્જ કરવા માટેની સરળ રીત
આ નવી સુવિધાનો ઉપયોગ કરવા માટે વોટ્સએપે હોમ સ્ક્રીન (Home Screen) પર એક નવું '₹' આઈકોન (Icon) ઉમેર્યું છે. સૌથી પહેલા યુઝર્સે આ આઈકોન પર ટેપ (Tap) કરવાનું રહેશે, જ્યાં તેમને મોબાઈલ પ્રીપેડ રિચાર્જ (Mobile Prepaid Recharge) નો વિકલ્પ દેખાશે. ત્યારબાદ જે નંબર રિચાર્જ કરવો હોય તેને સિલેક્ટ (Select) કરીને ઓપરેટરની વિગતો ચકાસવાની રહેશે. ઉપલબ્ધ પ્લાનમાંથી મનપસંદ પ્લાન પસંદ કર્યા બાદ યુપીઆઈ (UPI), ડેબિટ કાર્ડ (Debit Card) કે ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા પેમેન્ટ કન્ફર્મ (Confirm) કરતા જ રિચાર્જની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
WhatsApp: ડિજિટલ સેવાઓ માટે વોટ્સએપ બન્યું 'સુપર એપ'
મેટા (Meta) ઇન્ડિયાના બિઝનેસ મેસેજિંગ ડાયરેક્ટર રવિ ગર્ગના જણાવ્યા મુજબ, વોટ્સએપ હવે ભારતીયોના રોજિંદા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ (23 April 2026) ના રોજ જાહેર થયેલા આ રિચાર્જ ફીચર અગાઉ પણ વોટ્સએપમાં મેટ્રો ટિકિટ બુકિંગ (Metro Ticket Booking), બિલ પેમેન્ટ (Bill Payment) અને સરકારી સેવાઓ જેવી સુવિધાઓ કાર્યરત છે. પેયૂના ચીફ બિઝનેસ ઓફિસર હેમાંગ દત્તાણીના મતે, યુઝર્સને એક જ પ્લેટફોર્મ (Platform) પર બધી સેવાઓ મળી રહે તેવો આ પ્રયાસ છે, જેનાથી વોટ્સએપ હવે એક 'સુપર એપ' (Super App) તરીકે ઉભરી રહ્યું છે.
આ પણ વાંચો---- Chinese Website પર લાખો લોકોના સ્વાસ્થ્યનો ડેટા વેચવા કાઢતા ખળભળાટ !


