Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Privacy Controversy : Elon Musk તથા અન્યએ ઉઠાવ્યા સવાલો !

WhatsApp Privacy Controversy, માં ઇલોન મસ્ક અને પાવેલ દુરોવએ ચિંતા વધારી છે, દુરોવે વોટ્સએપના એન્ક્રિપ્શન વિશે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે, પ્લેટફોર્મ યુઝર્સને ખોટી માહિતી પૂરી પાડી રહ્યું છે, અને ચોક્કસ પરિસ્થિતિઓમાં સંદેશા ઍક્સેસિબલ હોઈ શકે છે. મસ્કે વોટ્સએપ પર પણ અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે તેમના પ્લેટફોર્મ X ની મેસેજિંગ સેવાને વધુ સુરક્ષિત ગણાવી છે
whatsapp privacy controversy   elon musk તથા અન્યએ ઉઠાવ્યા સવાલો
Advertisement
  • WhatsApp Privacy Controversy, માં ઇલોન મસ્ક અને પાવેલ દુરોવએ ચિંતા વધારી
  • વોટ્સએપના મેસેજ સુરક્ષિત નહીં હોવાનો ચોંકાવનારો દાવો કરતા ચકચાર
  • કંપની ગ્રાહકોને આડકતરી રીતે છેતરી રહી હોવાનો આરોપ મુકવામાં આવ્યો

WhatsApp Privacy Controversy : ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપની ગોપનીયતા પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવ (Telegram CEO - Pavel Durov) અને એલોન મસ્કે (Elon Musk) તેની ડેટા સુરક્ષાની પદ્ધતિઓ પર સવાલ ઉઠાવ્યા છે, અને દાવો કર્યો છે કે, વોટ્સએપ યુઝર્સના સંદેશા સંપૂર્ણપણે સુરક્ષિત નથી. આ મુદ્દાએ ટેક જગતમાં ગરમાગરમ ચર્ચા જગાવી છે, લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે, તેમના ખાનગી સંદેશા કેટલા સુરક્ષિત છે, અને ભવિષ્યમાં તેમની કેવી અસર થઈ શકે છે.

WhatsApp Privacy Controversy, યુઝર્સની ચિંતામાં વધારો

દુરોવે વોટ્સએપના એન્ક્રિપ્શન વિશે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે, પ્લેટફોર્મ યુઝર્સને ખોટી માહિતી પૂરી પાડી રહ્યું છે, અને ચોક્કસ પરિસ્થિતિઓમાં સંદેશા ઍક્સેસિબલ હોઈ શકે છે. મસ્કે વોટ્સએપ પર પણ અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે તેમના પ્લેટફોર્મ X ની મેસેજિંગ સેવાને વધુ સુરક્ષિત ગણાવી છે, જે ચર્ચાને વધુ વેગ આપે છે, અને યુઝર્સમાં નવી ચિંતાઓ ઉભી કરે છે.

Advertisement

Advertisement

WhatsApp Privacy Controversy, ડિજિટલ સુરક્ષા સામે સવાલ

આ પણ વાંચો ------------- WhatsApp CarPlay: ડ્રાઈવિંગ દરમિયાન વોટ્સએપ વાપરવું બન્યું સરળ, કારપ્લે માટે ખાસ નવું એપ લોન્ચ

કેટલાક અહેવાલો દાવો કરે છે કે, વોટ્સએપએ સામગ્રી નિયંત્રણ (Content Moderation) માટે તૃતીય-પક્ષ સેવાઓનો (Third Party Service) ઉપયોગ કરી શકે છે, જેનાથી ચિંતા ઉભી થાય છે કે, યુઝર્સનો ડેટા બહારના લોકો સુધી પહોંચી શકે છે. જો કે આ પ્રક્રિયા અહેવાલિત સામગ્રી સુધી મર્યાદિત નથી, આ મુદ્દાએ ડેટા ગોપનીયતા વિશે પ્રશ્નો ઉભા કર્યા છે, અને ખાસ કરીને ડિજિટલ સુરક્ષાની આસપાસ ચર્ચા સતત વધી રહી છે.

ગોપનીયતા સાથે કોઇ સમાધાન નહીં

મેટાએ આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. કંપની જણાવે છે કે, વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો (WhatsApp End To End Encryption) ઉપયોગ કરે છે, જે ફક્ત મોકલનાર અને મેળવનાપને જ સંદેશા વાંચવાની મંજૂરી આપે છે. મેટાએ એ પણ સ્પષ્ટતા કરી કે, સિસ્ટમ યુઝર્સની ખાનગી ચેટ્સનું સીધું ઍક્સેસ કોઇને આપતી નથી. કંપનીએ યુઝર્સને ખાતરી આપી છે કે, તેમની ગોપનીયતા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની સાથે કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો ------------- AI vs Human Creativity Risk : ડેટા પેટર્ન વિરુદ્ધ માનવીય અનુભવ

Tags :
Advertisement

.

×