WhatsApp Security Feature : વોટ્સએપ લાવ્યું શાનદાર ફીચર! હવે સાયબર સ્કેમથી બચાવશે નવું 'Scam Alert' ટૂલ
WhatsApp Security Feature : વોટ્સએપ (WhatsApp) પર વધી રહેલા સાઇબર સ્કેમ વચ્ચે મેટા યુઝર્સની સુરક્ષા માટે નવું Scam Alert Feature લાવી રહ્યું છે. આ AI આધારિત ટૂલ શંકાસ્પદ મેસેજ અને અજાણ્યા નંબર પરથી આવતા સ્કેમને ઓળખીને વૉર્નિંગ આપશે. ખાસ વાત એ છે કે On-Device Machine Learningના કારણે મેસેજની પ્રાઇવસી જળવાઈ રહેશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને તેને કેવી રીતે ON કરવું.
Advertisement
WhatsApp Security Feature : વોટ્સએપ (WhatsApp) પર વધતા સાઇબર સ્કેમ (Cyber Scam) વચ્ચે મેટા (Meta)એ યુઝર્સની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપની એક નવા સ્કેમ અલર્ટ ટૂલ (Scam Alert Tool) પર કામ કરી રહી છે, જે શંકાસ્પદ મેસેજ (Suspicious Message) ઓળખીને યુઝર્સને ચેતવણી આપશે. હાલ આ ફીચર ટેસ્ટિંગ (Testing) તબક્કામાં છે અને પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેને સ્ટેબલ વર્ઝન (Stable Version)માં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

