WhatsApp Security Features : શું તમને પણ WhatsApp પર અજાણ્યા નંબરોથી કોલ આવે છે? કંપની પોતે જણાવશે કોલરનું બેકગ્રાઉન્ડ!
WhatsApp New Security Features : WhatsAppએ યુઝર્સની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે નવા Security Features રજૂ કરવાની જાહેરાત કરી છે. હવે એક જ અકાઉન્ટમાં અનેક Passkey, વધુ મજબૂત Two-Step Verification અને અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ અંગે વધારાની માહિતી મળશે. આ નવા ફીચર્સની મદદથી Scam, Account Hacking અને Unknown Callsથી બચવામાં યુઝર્સને વધુ સુરક્ષા મળશે.
Advertisement
WhatsApp New Security Features : WhatsApp એ પોતાના કરોડો યુઝર્સની સુરક્ષા (User Security) વધુ મજબૂત બનાવવા માટે નવા સિક્યોરિટી ફીચર્સ (Security Features) રજૂ કરવાની જાહેરાત કરી છે. મેટા (Meta)ની માલિકીના આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર હવે એક જ WhatsApp અકાઉન્ટ સાથે એકથી વધુ Passkey જોડવાની સુવિધા મળશે. આ ઉપરાંત Two-Step Verificationને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે અને અજાણ્યા નંબર (Unknown Number) પરથી આવતા કોલ અંગે પણ યુઝર્સને વધુ માહિતી મળશે. WhatsApp નું કહેવું છે કે નવા ફીચર્સથી યુઝર્સને સ્કેમ (Scam), અકાઉન્ટ હેકિંગ (Account Hacking) અને શંકાસ્પદ કોલ્સથી બચવામાં વધુ મદદ મળશે.

