Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

WhatsApp એ યુઝર્સ માટે સુવિધાઓનો ખજાનો ખોલ્યો, જાણો શું છે ખાસ

ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપ દ્વારા લોકોની જરૂરિયાતને ધ્યાને રાખીને નવા ફીચર લાઇવ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. વોટ્સએપ થકી સારી રીતે કોમ્યુનિટી મેનેજમેન્ટ કરી શકાય, તથા તેની એક પણ અપડેટ યુઝર ચુકી ના જાય, તે પ્રમાણેવી વ્યવસ્થા ટુંક સમયમાં લાઇવ કરવામાં આવી શકે છે. સાથે જ નજીકના ભવિષ્યમાં ભારત સહિતના દેશોમાં આ સુવિધાઓ શરૂ થવાના અણસાર છે.
whatsapp એ યુઝર્સ માટે સુવિધાઓનો ખજાનો ખોલ્યો  જાણો શું છે ખાસ
Advertisement
  • આપણા જીવનમાં વોટ્સએપનું મહત્વ વધી રહ્યું છે
  • ગ્રુપ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા નવી સુવિધાઓ શરૂ કરાઇ
  • એક પણ અપડેટ ચૂકી ના જવાય તેવું મોટું આયોજન કરાયું

WhatsApp New Features : આજના ઝડપી વિશ્વમાં, ગ્રુપ ચેટ્સ હવે ફક્ત સંદેશા મોકલવાનું માધ્યમ નથી, પરંતુ સંબંધો, જવાબદારીઓ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટેનું ડિજિટલ હબ બની ગયું છે. આ વાતને ઓળખીને, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp એ ગ્રુપ ચેટ્સને નવી ઉંચાઇઓ પર લઇ જવા મહત્વના પગલાં લીધાં છે. તાજેતરમાં, WhatsApp એ ગ્રુપ ચેટ્સને વધુ વ્યવસ્થિત, વાઇબ્રન્ટ અને અવગણવું મુશ્કેલ બનાવવા માટે ઘણી સુવિધાઓ શરૂ કરી છે.

Advertisement

મેમ્બર્સ ટેગ એકદમ અગત્યનું

મોટાભાગના યુઝર્સ ઇવેન્ટ્સ યોજના, કોમ્યુનિટી કરવા અને ડિવાઇડસ સાથે જોડાયેલા રહેવા માટે ગ્રુપ મેસેજ પર આધાર રાખે છે. નવી સુવિધાઓમાં સૌથી નોંધપાત્ર ફીચર મેમ્બર્સ ટેગનું છે, જે વ્યસ્ત ગ્રુપ ચેટ્સમાં સ્પષ્ટતા લાવવા માટે રચાયેલું છે. આ સાથે, યુઝર્સ હવે પોતાને કસ્ટમ લેબલ્સ સોંપી શકે છે, જે ચોક્કસ ગ્રુપમાં તેમની ભૂમિકા દર્શાવવાનું કામ કરશે.

Advertisement

અલગ લેબલ્સ મળશે

ઉદાહરણ તરીકે, યુઝર શાળા જૂથમાં "સંતાનના પિતા", હાઉસિંગ સોસાયટી ચેટમાં "ખજાનચી" અથવા સપ્તાહના અંતે ફૂટબોલ જૂથમાં "ગોલકીપર" તરીકે દેખાઈ શકે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે, આ ટેગ્સ ગ્રુપ-સ્પેસિફિક છે, એટલે કે, યુઝર્સ વિવિધ વાતચીતમાં અલગ અલગ ઓળખનો ઉપયોગ કરી શકે છે. WhatsApp નું કહેવું છે કે, આ સુવિધા ધીમે ધીમે વિશ્વભરના યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે.

આસાનીથી સ્ટીકર બનાવી શકાશે

દરમિયાન, અન્ય અપડેટેડ ટેક્સ્ટ સ્ટીકર સુવિધા યુઝર્સને સ્ટીકર શોધવામાં ટાઇપ કરીને, કોઈપણ શબ્દને સ્ટીકરમાં પરિવર્તિત કરવાની સુવિધા આપે છે. સૌથી અગત્યનું, નવા બનાવેલા ટેક્સ્ટ સ્ટીકરોને હવે ચેટ પર મોકલ્યા વિના સીધા વપરાશકર્તાના સ્ટીકર પેકમાં સેવ કરી શકાય છે.

સંકલનમાં સારી રીતે મદદ કરશે

આ સાથે ગ્રુપ પ્લાનિંગમાં પણ અપગ્રેડ થઈ રહ્યું છે. કસ્ટમ ઇવેન્ટના રિમાઇન્ડર્સ સાથે, યુઝર્સ હવે ગ્રુપ ચેટમાં ઇવેન્ટ્સ બનાવતી વખતે અગાઉથી સૂચનાઓ સેટ કરી શકે છે. આનો હેતુ મિસ્ડ કૉલ્સ, મોડું આગમન અથવા પ્લાન ભૂલવામાં ઘટાડો કરવાનો છે, પછી ભલે તે ઇવેન્ટ ફેસ-ટુ-ફેસ મીટિંગ હોય કે, પછી વર્ચ્યુઅલ મીટિંગ. આમંત્રિતોને સમય પહેલાં રિમાઇન્ડર્સ મળશે, જે ગ્રુપના વધુ અસરકારક રીતે સંકલન કરવામાં મદદ કરશે.

આ સુવિધાઓ શરૂ કરી દેવાઇ છે

આ અપડેટ્સ WhatsApp ના કોમ્યુનિટીને કેન્દ્ર સ્થાને રાખીને અમલમાં મુકવામાં આવી છે. જેમાં હાલ મળતી સુવિધાઓ, જેમ કે 2GB સુધીની મોટી ફાઇલો શેર કરવી, HD ફોટા અને વિડિઓઝ મોકલવા, કૉલ દરમિયાન સ્ક્રીન શેરિંગ, અને સાદો કોલ કર્યા વિના, રીઅલ-ટાઇમ સંદેશાની આપ-લે માટે વૉઇસ ચેટનો ઉપયોગ કરવા સહિતનાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ----------  Google Map લાવ્યું કમાલનું ફીચર, પાર્કિંગમાં મુકેલી કારને શોધવું બનશે આસાન

Tags :
Advertisement

.

×