Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે,વાંચો અહેવાલ

WhatsApp News: 1 જાન્યુઆરી, 2025થી વોટ્સએપ આ એન્ડ્રોઇડ ફોનમાં કામ નહીં કરે. આમ, આ લિસ્ટમાં તમે પણ ચેક કરી લો કે તમારો ફોન છે કે નહીં.
1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે વાંચો અહેવાલ
Advertisement
  • 1 જાન્યુઆરીથી જૂન સ્માર્ટફોન વોટ્સએપ થશે બંધ
  • WhatsApp નવી ટેકનિકો સાથે કામ કરે છે
  • જૂના વર્ઝન પર વોટ્સએપ નહીં ચાલે

WhatsApp News: મેટાએ ઘોષણા કરી છે કે 1 જાન્યુઆરી 2025 થી વોટ્સએપ એ એન્ડ્રોઇડ ફોનમાં કામ નહીં કરે જે Kitkat તેમજ એનાં જૂનાં ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. કંપની નિયમિત રીતે અપડેટ જારી કરે છે કે WhatsApp નવી ટેકનિકો સાથે કામ કરે છે. આમ, તમારી પાસે આ ફોન હશે તો તમારામાં વોટ્સએપ ચાલશે નહીં. તો જાણો કયા સ્માર્ટફોન્સમાં વોટ્સએપ 1 જાન્યુઆરીથી કામ નહીં કરે.

Advertisement

જૂના વર્ઝન પર વોટ્સએપ નહીં ચાલે

એન્ડ્રોઇડ કિટકેટ વર્ષ 2013માં આવ્યું હતું પરંતુ હવે મોટાભાગનાં ફોનમાં આના કરતા નવા વર્ઝનનો ઉપયોગ થાય છે. આ માટે મેટાએ નિર્ણય કર્યો છે કે 1 જાન્યુઆરી 2025થી વોટ્સએપ એ ફોનમાં કામ નહીં કરે જે કિટકેટ તેમજ એનાં કરતાં જૂનાં વર્ઝન પર ચાલે છે. કંપનીનું કહેવું છે કે જૂનાં વર્ઝનમાં નવી અપડેટ્સને પ્રોપર રીતે ચલાવવા માટે અનેક સમસ્યાઓ આવે છે જેનાં કારણે ફોનની સુરક્ષા અને એનાં કામ કરવાની રીત પર અસર પડે છે. જ્યારે વોટ્સએપ આ ફોન પર કામ કરવાનું બંધ કરી દેશે ત્યારે આ ફોનમાં વોટ્સએપ માટે કોઈ અપડેટ, સમસ્યાઓનું સમાધાન આવશે નહીં.

Advertisement

આ પણ  વાંચો -Jio ના આ પ્લાને BSNLનું ટેન્શન વધાર્યું, પ્લાન જાણીને ચોંકી જશો

Facebook અને Instagram પણ કામ કરવાનું બંધ કરશે

આ સ્માર્ટફોનમાં WhatsApp સિવાય અન્ય મેટા પ્લેટફોર્મ જેમ કે Facebook અને Instagram પણ કામ કરવાનું બંધ કરી દેશે. ડિવાઈસની સુરક્ષાને લઈને મેટાએ આ નિર્ણય લીધો છે. નવી ટેક્નોલોજી આવ્યા બાદ જૂની ટેક્નોલોજીને અપગ્રેડ કરવાની જરૂર છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં જરૂરી સુરક્ષા ક્ષમતાઓ હોતી નથી, જે તેમને હેક કરવાનું સરળ બનાવે છે. આવી સ્થિતિમાં યુઝર્સને નવા સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાની જરૂર પડશે. જો કે, Android KitKat પર કામ કરતા સ્માર્ટફોનની સંખ્યા ઘણી ઓછી છે. આવી સ્થિતિમાં, તે મોટાભાગના WhatsApp વપરાશકર્તાઓને અસર કરશે નહીં.

આ સ્માર્ટફોનમાં કામ નહીં કરે

  • Samsung: Galaxy S3, Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini
  • Motorola: Moto G (1st Gen), Razr HD, Moto E 2014
  • HTC: One X, One X+, Desire 500, Desire 601
  • LG: Optimus G, Nexus 4, G2 Mini, L90
  • Sony: Xperia Z, Xperia SP, Xperia T, Xperia V
Tags :
Advertisement

.

×