Google Maps પર કેમ નથી દેખાતો Ganga Expressway ? જાણો નવી સડકો અપડેટ થવાના રસપ્રદ નિયમો
- Google Maps માં ડેટા કેવી રીતે ફેચ કરવામાં આવે છે?
- સેટેલાઈટ ઈમેજરી અને GPS ની ભૂમિકા
- સુરક્ષાના માપદંડો અને સત્તાવાર જાહેરાત
- ક્યારથી યુઝર્સ જોઈ શકશે નવો રૂટ?
ઉત્તર પ્રદેશના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાવાયું છે. ગંગા એક્સપ્રેસવે (Ganga Expressway) ની સુવિધા મળી છે. આ એક્સપ્રેસવે 594 કિમી (Kilometers) લાંબો છે અને તે સિક્સ-લેન (Six-lane) ની સુવિધા ધરાવે છે. અંદાજે 36 હજાર કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ (Project) તૈયાર થયો છે. જોકે, આટલો મોટો રસ્તો તૈયાર હોવા છતાં અત્યારે ગૂગલ મેપ્સ (Google Maps) પર તે જોવા મળતો નથી. યુઝર્સ (Users) જ્યારે તેને સર્ચ કરે છે ત્યારે સચોટ રૂટ (Route) દેખાતો નથી, જેની પાછળ ટેકનિકલ કારણો જવાબદાર છે. ત્યારે
નવી સડકો અને હાઈવેને ગૂગલ મેપ્સ (Google Maps) પર અપડેટ કરવા માટે ચોક્કસ ટેકનિકલ નિયમોનું પાલન કરવામાં આવે છે. ગંગા એક્સપ્રેસવે (Ganga Expressway) તૈયાર હોવા છતાં નકશામાં ન દેખાવા પાછળ ગૂગલના સુરક્ષા પ્રોટોકોલ (Security Protocol) અને ડેટા વેરિફિકેશન (Data Verification) મુખ્ય કારણો છે. કંપની સેટેલાઇટ ઈમેજરી (Satellite Imagery) અને જીપીએસ (GPS) ટ્રેકિંગની મદદથી રસ્તાનું અસ્તિત્વ તપાસે છે, પરંતુ સત્તાવાર મંજૂરી વિના તેને પબ્લિક (Public) માટે ખુલ્લો મુકતી નથી.
Google Maps માં રસ્તા કેવી રીતે ઉમેરાય છે?
ગૂગલ નવા રસ્તાઓને અપડેટ (Update) કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કંપની સરકારી એજન્સીઓ (Government Agencies) સાથે સીધું જોડાણ રાખે છે. સરકારી અધિકારીઓ ગૂગલને રસ્તાના ચોક્કસ ડિજિટલ મેપ્સ (Digital Maps) અને કોઓર્ડિનેટ્સ (Coordinates) પુરા પાડે છે. આ ડેટા (Data) ની મદદથી ગૂગલ પોતાની સિસ્ટમમાં નવા રસ્તાઓ જોડી શકે છે. આ એક પ્રમાણભૂત પ્રક્રિયા છે જેના દ્વારા નકશાની સચોટતા જળવાય છે.
આ પણ વાંચો------ Digital Will: હવે જમીન-મકાનની જેમ ફેસબુક અને વોટ્સએપ પણ વારસામાં આપી શકાશે!
Satellite અને GPS Data નો ઉપયોગ
નકશાને અપડેટ કરવાની બીજી રીત સેટેલાઇટ ફોટો (Satellite Photos) છે. ગૂગલ સતત સેટેલાઇટ ઈમેજીસ (Satellite Images) લેતું રહે છે અને તેને અપડેટ કરતું હોય છે. જ્યારે સેટેલાઇટમાં નવો રસ્તો દેખાય છે, ત્યારે તેને મેપ્સમાં સામેલ કરવામાં આવે છે. આ સિવાય સ્માર્ટફોનનું જીપીએસ (GPS) પણ મહત્વનો ભાગ ભજવે છે. જો કોઈ ચોક્કસ લોકેશન (Location) પર ઘણા લોકો 100 કિમી/કલાકની ઝડપે ગતિ કરતા દેખાય, તો ગૂગલ સમજી જાય છે કે ત્યાં નવો રસ્તો શરૂ થયો છે. આ ક્રાઉડસોર્સ્ડ ડેટા (Crowdsourced Data) રસ્તાની પુષ્ટિ કરવામાં મદદ કરે છે.
સુરક્ષા અને સત્તાવાર જાહેરાતનું મહત્વ
ગૂગલ મેપ્સ યુઝર્સની સુરક્ષા (Safety) ને પ્રાધાન્ય આપે છે. ગમે તેટલો મોટો રસ્તો તૈયાર હોય, પરંતુ જ્યાં સુધી તેનું સત્તાવાર ઉદ્ઘાટન (Official Inauguration) ન થાય ત્યાં સુધી ગૂગલ તેને જાહેર કરતું નથી. રસ્તો વાહનવ્યવહાર માટે સુરક્ષિત છે અને તેના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ (Entry-Exit Points) ચાલુ થઈ ગયા છે તેની ખાતરી થયા પછી જ તેને લાઈવ (Live) કરવામાં આવે છે. ગંગા એક્સપ્રેસવે માટેનું બેકએન્ડ (Backend) કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ સુરક્ષાના નિયમો મુજબ તેને 29 એપ્રિલથી જ મેપ્સ પર જોઈ શકાશે.
આ પણ વાંચો------ ChatGPT બનશે 'ડિજિટલ પંડિત', હાથની રેખાઓનું રહસ્ય ઉકેલશે !


