Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Union Budget 2025 : શું Electric વાહનો સસ્તા થશે ? બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાતોમાં સંકેત!

સરકારની 'મેક ઇન ઇન્ડિયા' ને વધુ પ્રોત્સાહન આપવા માટે, નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે...
union budget 2025   શું electric વાહનો સસ્તા થશે   બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાતોમાં સંકેત
Advertisement
  1. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે રજૂ કર્યું હતું બજેટ (Union Budget 2025)
  2. બજેટમાં ઉત્પાદન ક્ષેત્ર માટે ઘણી બધી મોટી જાહેરાતો કરાઈ હતી
  3. ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી લિથિયમ આયન બેટરીનાં ઉત્પાદન માટે છૂટનો સમાવેશ

Union Budget 2025 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ગઈકાલે સંસદમાં મોદી સરકારનાં ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ખેડૂત, મહિલા, શિક્ષણ, તબીબી, MSME અને સ્ટાર્ટ-અપ્સ ઉપરાંત, ઉત્પાદન ક્ષેત્ર માટે પણ ઘણી બધી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આમાં, ઇલેક્ટ્રિક વાહનોમાં (Electric Vehicles) વપરાતી લિથિયમ આયન બેટરીનાં (Lithium-Ion Battery) ઉત્પાદન માટે છૂટનો પણ સમાવેશ થાય છે. આથી, ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થવાની વકી છે.

આ પણ વાંચો - Technology: AI ક્ષેત્રમાં ચીનની તોફાની બેટિંગ, DeepSeek પછી મેદાનમાં રજૂ કરવામાં આવ્યું Kimi K1

Advertisement

બજેટ રજૂ કરતી વેળાએ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું, "કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બેટરી સ્ક્રેપ, સીસું, ઝીંક અને 12 અન્ય મહત્ત્વપૂર્ણ ખનિજોને છૂટ આપવામાં આવશે. ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનો માટે લિથિયમ-આયન બેટરી ઉત્પાદન માટેની 35 વધારાની વસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવશે."

Advertisement

આ પણ વાંચો - બજેટ પછી AI થી સ્માર્ટફોન સુધી....., શું નવી ટેકનોલોજી થશે મોંઘી ?

રાષ્ટ્રીય ઉત્પાદન મિશનને મજબૂતી મળશે!

આ વર્ષના બજેટમાં ઉત્પાદન ક્ષેત્ર માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. સરકારની 'મેક ઇન ઇન્ડિયા' ને (Make in India) વધુ પ્રોત્સાહન આપવા માટે, નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનને (National Manufacturing Mission) વધુ મજબૂત બનાવવામાં આવશે, જેનો લાભ ઓટો ક્ષેત્રને પણ મળશે. નાણામંત્રીએ ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી.

અમારી સરકાર એક નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની સ્થાપના કરશે : નાણામંત્રી

દરમિયાન, તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, "અમારી સરકાર એક નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની સ્થાપના કરશે. જે મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોને આવરી લેશે. આ મિશન કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યો બંને માટે પોલિસી સ્પોર્ટ, અમલીકરણ રોડમેપ સાથે ગર્વનેંસ અને મોનિટરિંગનું ફ્રેમવર્ક પ્રદાન કરશે. તેમણે કહ્યું, "આ મિશન પર્યાવરણને સુધારવા માટે આબોહવા-મૈત્રીપૂર્ણ વિકાસ તેમ જ સ્વચ્છ ટેક ઉત્પાદનને પ્રોત્સાહન આપશે. આ યોજનાનો ઉદ્દેશ્ય સ્થાનિક મૂલ્યવર્ધનમાં સુધારો કરવાનો છે. આ અંતર્ગત, સોલર પીવી સેલ્સ, ઇલેક્ટ્રિક વાહન (Electric Vehicles) બેટરી, મોટર્સ, કંટ્રોલર્સ, ઇલેક્ટ્રોલાઇસર્સ, વિન્ડ ટર્બાઇન, હાઇ વોલ્ટેજ ટ્રાન્સમિશન અને ગ્રીડ સ્કેલ બેટરીઓનાં ઉત્પાદનમાં સહાય પૂરી પાડવામાં આવશે.'

આ પણ વાંચો - શું Microsoft ખરીદી લેશે TikTok? ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

Tags :
Advertisement

.

×