શું મુકેશ અંબાણીની નવી OTT લાઇવ મચાવશે ધૂમ?
- મુકેશ અંબાણીની નવી OTT લાઇવ થશે લોન્ચ
- વેબસાઇટ અલગ ડોમેન પર લાઇવથી ચાલશે
- નવી વેબસાઇટ ઉભરી આવી છે
Jio Star Website Live: Reliance Jioના Viacom18 અને Star India Pvt Ltd વચ્ચેનું મર્જર આ અઠવાડિયે અંતિમ તબક્કામાં પહોંચે તેવી અપેક્ષા છે. આ મર્જરની પૂર્ણતા પહેલા, એક નવી વેબસાઇટ ઉભરી આવી છે.જે ભારતમાં બે લોકપ્રિય સ્ટ્રીમિંગ સેવાઓ JioCinema અને Disney Hotstar પછી બનાવવામાં આવનાર નવી OTT સેવાનું પ્લેટફોર્મ બની શકે છે. જો કે, આ વેબસાઇટ અલગ ડોમેન પર લાઇવ છે. ચાલો તેના વિશે જાણીએ…
જિયો સ્ટાર ઓટીટી પ્લેટફોર્મ
નવા OTT પ્લેટફોર્મને "Jio Star" કહેવામાં આવે છે અને તેનું ડોમેન jiostar.com છે. એવું માનવામાં આવે છે કે તે મર્જરની જાહેરાત થયાના બીજા દિવસે 14 નવેમ્બરથી વપરાશકર્તાઓ માટે સ્ટ્રીમિંગ સેવા ઉપલબ્ધ કરાવશે. વેબસાઈટ પહેલાથી જ લાઈવ છે, પરંતુ તે ફક્ત કહે છે “Jio Star Coming Soon”. એકવાર વેબસાઈટ લાઈવ થઈ જાય પછી, બંને OTT પ્લેટફોર્મની સામગ્રી આ સિંગલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાની શક્યતા છે. જો કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) જેવી તમામ લાઈવ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માત્ર ડિઝનીની હોટસ્ટાર એપ પર જ ઉપલબ્ધ હશે. અગાઉના અહેવાલો અનુસાર, JioCinema ને Disney Hotstar માં મર્જ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો -Instagram પર આવી રહ્યું છે આ શાનદાર Feature!
દિલ્હીના ડેવલપરે ડોમેન ખરીદ્યું હતું
અગાઉ, JioHotstarને નવા OTT પ્લેટફોર્મનું સંભવિત ડોમેન માનવામાં આવી રહ્યું હતું. વિલીનીકરણની શક્યતાને કારણે, દિલ્હી સ્થિત એક એપ ડેવલપરે આ ડોમેન ખરીદ્યું હતું અને કંપનીઓને કહ્યું હતું કે જો તેઓ તેને લેવા માંગતા હોય તો તેના અભ્યાસ માટે તેને થોડી રકમ ચૂકવે. આ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ હતી અને બાદમાં આ ડોમેન દુબઈના બે બાળકોએ ખરીદ્યું હતું. તાજેતરમાં, વર્તમાન માલિકોએ જાહેરાત કરી છે કે તેઓ આ ડોમેન રિલાયન્સ જિયોને મફતમાં આપશે.
આ પણ વાંચો -BSNL લાવી રહ્યું છે D2D ટેક્નોલોજી, સિમ અને નેટવર્ક વગર થશે કોલિંગ!
તો હવે Jio સિનેમાનો અંત?
હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું Jio સ્ટારના આગમન બાદ Jio સિનેમાનો અંત આવશે? તો તમને જણાવી દઈએ કે સૂત્રોને ટાંકીને ETએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે મુકેશ અંબાણી મર્જર પછી કંપની બે અલગ OTT પ્લેટફોર્મ ચલાવવાને બદલે માત્ર એક પ્લેટફોર્મ રાખી શકે છે.