ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતમાં Yamaha એ R15 સિરીઝના નવા મોડલ કર્યા લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

Yamaha કંપનીએ તેની સુપરહિટ R15 મોડલને નવા અને સ્ટાઇલિશ અવતારમાં રજૂ કર્યા છે,"ધ કોલ ઓફ ધ બ્લૂ" બ્રાન્ડ કેમ્પેઇન હેઠળ 2025ના મોડલને લોન્ચ કર્યું છે
06:36 PM Sep 06, 2025 IST | Mustak Malek
Yamaha કંપનીએ તેની સુપરહિટ R15 મોડલને નવા અને સ્ટાઇલિશ અવતારમાં રજૂ કર્યા છે,"ધ કોલ ઓફ ધ બ્લૂ" બ્રાન્ડ કેમ્પેઇન હેઠળ 2025ના મોડલને લોન્ચ કર્યું છે
Yamaha

યામાહા બાઇકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના બાઇકપ્રેમીઓ માટે ઇન્ડિયન યામાહા કંપનીએ પોતાના લોકપ્રિય સીરિઝના મોડસ લોન્ચ કર્યા છે. ઇન્ડિયા યામાહા મોટરે ભારતીય બાઇક પ્રેમીઓ માટે ખુશખબર લઇને આવ્યું છે! યામાહા કંપનીએ તેની સુપરહિટ R15 મોડલને નવા અને સ્ટાઇલિશ અવતારમાં લોન્ચ કર્યા છે. "ધ કોલ ઓફ ધ બ્લૂ" બ્રાન્ડ કેમ્પેઇન હેઠળ 2025ના મોડલને લોન્ચ કર્યું છે. આ સીરિઝમાં R15M, R15 વર્ઝન 4 (V4) અને R15Sનો સમાવેશ થાય છે. આ બાઇક્સની શરૂઆતની કિંમત દિલ્હીમાં લગભગ ₹1.75 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ નવી R15 શ્રેણી સ્ટાઇલ, પરફોર્મન્સ અને ટેક્નોલોજીનું શાનદાર કોમ્બો જોવા મળશે, જે યુવાનોના દિલ જીતવા માટે તૈયાર છે!

Yamaha બાઇકમાં  નવા કલર ઓપ્શન મળશે

આ વખતે કંપનીએ ખાસ કરીને કલર પર વિશેષ ભાર મૂક્યો છે.

R15M - હવે નવા મેટાલિક ગ્રે ફિનિશમાં ઉપલબ્ધ છે.

R15 V4 - રેસિંગ બ્લુ ગ્રાફિક્સ અને મેટાલિક બ્લેક શેડ ઉપરાંત, ભારતમાં પહેલીવાર મેટ પર્લ વ્હાઇટ કલરમાં પણ લોન્ચ કરવામાં આવી છે.

R15S - સ્પોર્ટી મેટ બ્લેક પેઇન્ટ સ્કીમ અને વર્મિલિયન કલર વ્હીલ્સ સાથે રજૂ કરવામાં આવી છે.

Yamaha  ની બાઇકો ભારતમાં છે લોકપ્રિય

યામાહા કહે છે કે R15 એન્ટ્રી-લેવલ સુપરસ્પોર્ટ બાઇક સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. કંપનીએ અત્યાર સુધીમાં તેના 10 લાખથી વધુ યુનિટનું ઉત્પાદન કર્યું છે. તેની શાર્પ ડિઝાઇન અને ટ્રેક-પ્રેરિત પ્રદર્શનને કારણે, આ બાઇક યુવાનો અને રાઇડિંગ ઉત્સાહીઓની પ્રિય છે.એન્જિન અને પ્રદર્શન

નવા વેરિયન્ટ્સ 155cc લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 10,000 rpm પર 18.4 bhp પાવર અને 7,500 rpm પર 14.2 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન DiASil સિલિન્ડર અને ડેલ્ટાબોક્સ ફ્રેમનો ઉપયોગ કરે છે, જે વધુ સારી સ્થિરતા અને પ્રદર્શન પ્રદાન કરે છે.

Yamaha બાઇકમાં અદ્યતન સુવિધાઓ

અપડેટેડ R15 શ્રેણીમાં ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, ક્વિક શિફ્ટર (પસંદગીના પ્રકારોમાં), અપસાઇડ-ડાઉન ફ્રન્ટ ફોર્ક્સ, લિંક્ડ-ટાઇપ મોનોક્રોસ સસ્પેન્શન જેવી ઘણી પ્રીમિયમ સુવિધાઓ શામેલ છે.

Yamaha બાઇકની કિંમત   કિંમત (એક્સ-શોરૂમ, દિલ્હી)

યામાહા R15M - લગભગ ₹2 લાખ

યામાહા R15 V4 - ₹1.85 લાખથી વધુ

યામાહા R15S - ₹1.85 લાખથી નીચે

તહેવારોની સિઝનમાં માંગ વધશે

ઉલ્લેખનીય છે કે    કંપનીને આશા છે કે નવા રંગ વિકલ્પો અને ડિઝાઇન અપડેટ્સને કારણે, R15 શ્રેણી આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોમાં વધુ લોકપ્રિય બનશે.

આ પણ વાંચો:     Amazon અને Flipkart પર ક્યારે શું થશે Festival Sale? જાણો તારીખ અને ઓફર્સ!

Tags :
BikeLaunchGujarat FirstheCallOfTheBlueIndiaYamahaMotorcycleNewsSportsBikeYamaha2025
Next Article