YouTube ભારતીયો યુટ્યુબર્સ પર મહેરબાન...3 વર્ષમાં આપ્યા 21000 કરોડ રુપિયા
- મુંબઈમાં મેગા ઈવેન્ટ Waves ચાલી રહી છે
- PM Modi એ આ ઈવેન્ટનું ઉદ્દઘાટન કર્યુ છે
- છેલ્લા 3 વર્ષમાં યુટ્યુબે Indian Creators ને 21000 કરોડ રૂપિયા આપ્યા છે
મુંબઈઃ YouTube ચેનલથી સારા પૈસા કમાઈ શકાય છે કે નહિ આ પ્રશ્નનો જવાબ યુટયુબના સીઈઓ Neel Mohan એ આપ્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા 3 વર્ષમાં યુટ્યુબે ભારતીય ક્રિયેટર્સ એટલે કે યુટ્યુબર્સ, કલાકારો અને મીડિયા કંપનીઓને 21 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. આમાં વધુ વધારો થઈ શકે છે કારણ કે YouTube આ બધા સર્જકોને પ્રોત્સાહન આપવા માટે 850 કરોડ રૂપિયાનું વધુ રોકાણ કરશે. મુંબઈમાં ચાલી રહેલા મેગા ઈવેન્ટ વેવ્સમાં આ બાબતો જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતું.
ભારતને ક્રિયેટિવ કન્ટ્રી ગણાવ્યું
YouTube ના સીઈઓએ કહ્યું કે, તેમના રોકાણથી ભારતીય કન્ટેન્ટ ક્રિએટર્સ અને મીડિયા કંપનીઓને આગળ વધવામાં મદદ મળશે. કારકિર્દી અને વ્યવસાયના નવા રસ્તા ખુલશે. ખાસ વાત એ છે કે ગયા વર્ષે ભારતમાં બનેલી સામગ્રી અન્ય દેશોમાં 45 અબજ કલાક જોવામાં આવી હતી. જે દર્શાવે છે કે ભારતીય યુટ્યુબર્સ ઈન્ટરનેટ પર પ્રભુત્વ ધરાવે છે. નીલ મોહને તો ભારતને સર્જક રાષ્ટ્ર પણ ગણાવ્યું છે.
આ પણ વાંચોઃ Amazon great summer Sale offer : તો શું હવે દરેકની પાસે હશે iPhone!
રસપ્રદ આંકડા
YouTube ના સીઈઓએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ભારતમાં 10 કરોડથી વધુ યુટ્યુબ ચેનલોએ કોન્ટેન્ટ અપલોડ કર્યુ હતું. તેમાંથી 15000 થી વધુ ચેનલો એવી છે જેના 10 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે. તાજેતરમાં 10 લાખથી વધુ સબ્સ્ક્રાઈબર્સ ધરાવતી યુટ્યુબ ચેનલોમાં ઝડપથી વધારો થયો છે. નીલ મોહને એમ પણ કહ્યું કે, PM Modi ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસને દુનિયા સમક્ષ લઈ જઈ રહ્યા છે. યાદ રાખો કે PM Modi ની યુટ્યુબ ચેનલના 2.5 કરોડથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે.
YouTube 20 વર્ષનું થયું
તાજેતરમાં YouTube 20 વર્ષનું થયું. કંપનીએ ઘણી નવી સુવિધાઓ લાવવાની વાત કરી છે. આગામી દિવસોમાં આસ્ક મ્યુઝિક ફીચર પણ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, યુટ્યુબ પ્રીમિયમ અને મ્યુઝિક યુઝર્સ તેમના મૂડ વિશે કહી શકશે. તેના આધારે તેઓ સંગીત સાંભળશે. શરૂઆતમાં આ સપોર્ટ અંગ્રેજીમાં હશે. ટીવી પર યુટ્યુબ જોનારા યુઝર્સને ટૂંક સમયમાં મલ્ટીવ્યૂની સુવિધા મળશે. તે પોતાના ટીવી સ્ક્રીન પર એકસાથે વિવિધ સામગ્રી જોઈ શકશે.
આ પણ વાંચોઃ UPI પેમેન્ટનું નવું ફીચર રહેશે કારગર, હવે નહિ થઈ શકે છેતરપિંડી