YouTube પ્રીમિયમ યુઝર્સ હવે 10 નોન-પ્રીમિયમ યુઝર્સ સાથે એડ ફ્રી વીડિયો શેર કરી શકશે
- YouTube પ્રીમિયમ સબ્સ્ક્રાઈબર્સ 10 એડ ફ્રી વીડિયોઝ શેર કરી શકશે
- YouTubeનું આ ફીચર અત્યારે ટ્રાયલ મોડમાં છે
- કોઈપણ પ્રીમિયમ યુઝર સાથે એડ ફ્રી વીડિયો લિંક શેર કરી છે, તો તે 10ની યાદીમાં ગણવામાં આવશે નહીં
YouTube's New Feature: સૌથી મોટા ફ્રી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube દ્વારા પોતાના પ્રીમિયમ પ્લાનને પ્રમોટ કરવા માટે એડ ફ્રી વીડિયો શેર કરવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. આ ફીચર યુટ્યુબ પ્રીમિયમ ફીચરમાં જોવા મળ્યું છે. આ ફીચરમાં યુટ્યુબ પ્રીમિયમ યુઝર્સ દર મહિને નોન-પ્રીમિયમ યુઝર્સ સાથે 10 એડ-ફ્રી વિડીયો શેર કરી શકશે. હકીકતમાં, YouTube શક્ય તેટલા વધુ યુઝર્સને એડ ફ્રી એક્સપીયરન્સ પૂરો પાડવા માંગે છે, જેથી વધુ સંખ્યામાં યુઝર્સ YouTube પ્રીમિયમ સુવિધા સાથે જોડાઈ શકે.
આ પણ વાંચોઃ ગૂગલને પ્લે સ્ટોર નીતિ ઉલ્લંઘના દંડમાં 700 કરોડની રાહત અપાઈ
YouTubeનું નવું ફીચર ટ્રાયલ મોડમાં
હવે YouTube પ્રીમિયમ સબ્સ્ક્રાઈબર્સ 10 એડ ફ્રી વીડિયોઝ શેર કરી શકશે. જોકે, તેમાં મ્યુઝિક પ્લેલિસ્ટ, YouTube Originals, Shorts, લાઈવસ્ટ્રીમ્સ અને મૂવીઝ અને શોનો સમાવેશ થતો નથી. ઉલ્લેખનીય છે કે આ ફીચર હાલમાં ટ્રાયલ મોડમાં છે. મતલબ કે તેને YouTubeના સામાન્ય ફીચર તરીકે લાગુ કરવામાં આવ્યું નથી. જોકે, આર્જેન્ટિના, બ્રાઝિલ, કેનેડા, મેક્સિકો, તુર્કી અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોના પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ સાથે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
એડ ફ્રી YouTube વીડિયોઝની પોલિસી
રસપ્રદ બાબત એ છે કે તમારા દ્વારા શેર કરાયેલ એડ ફ્રી વીડિયોઝની મર્યાદા ત્યાં સુધી પૂરી નહીં થાય જ્યાં સુધી તે વીડિયો જોવામાં ન આવે. તેનો અર્થ એ છે કે, જો તમે 10 એડ ફ્રી વીડિયોઝ શેર કર્યા છે. તેમાંથી 4 લોકોએ તે વીડિયો જોયા છે તો તમે 6 વધુ એડ ફ્રી વીડિયો મોકલી શકશો. આ ઉપરાંત, જો તમે કોઈપણ પ્રીમિયમ યુઝર સાથે એડ ફ્રી વીડિયો લિંક શેર કરી છે, તો તે 10ની યાદીમાં ગણવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ ChatGPT : વાયરલ Ghibli ટ્રેન્ડ શું છે, તમારો પોતાનો ફોટો કેવી રીતે બનાવવો તે જાણો