શું છે Nathu La સર્વરની ખાસિયત?
Zohoએ આ સર્વર પ્લેટફોર્મ પાંચ વર્ષની મહેનત બાદ તૈયાર કર્યું છે. નાગપુર સ્થિત એન્જિનિયરિંગ ટીમે આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. આ સર્વર પ્લેટફોર્મનો ઉપયોગ ખાસ કરીને AI અને ક્લાઉડ વર્કલોડને ચલાવવા માટે થાય છે. આ સિસ્ટમ ઇન્ટેલ ઝિઓન 6 પ્રોસેસર પર આધારિત છે. તેનું ડિઝાઇનિંગ અને ફર્મવેર ડેવલપમેન્ટ સંપૂર્ણ રીતે ભારતમાં કરવામાં આવ્યું છે. કંપની આ સર્વરનો ઉપયોગ પોતાના ડેટા સેન્ટર્સમાં કરી રહી છે.
ખર્ચ અને ઉર્જામાં થશે ધરખમ ઘટાડો
AI મોડલ્સ ચલાવવા માટે ડેટા સેન્ટરનો ખર્ચ ખૂબ વધી ગયો છે. છેલ્લા કેટલાક સમયમાં સામાન્ય સર્વરની કિંમતો 3 થી 4 ગણી વધી ગઈ છે. ઝોહોના જણાવ્યા મુજબ, નાથુ લા સર્વર પરફોર્મન્સ જાળવી રાખીને 12 થી 18 ટકા સુધી વીજળીની બચત કરે છે. આ સિસ્ટમ કુલ માલિકીના ખર્ચમાં 20 થી 30 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. કંપની હાલમાં પોતાના આંતરિક ઉપયોગ માટે આ સર્વરનો અમલ કરી રહી છે.
શ્રીધર વેંબુની AI અંગે ચેતવણી
ઝોહોના સ્થાપક શ્રીધર વેંબુ સતત વિદ્યાર્થીઓ અને યુવાનોને AIના અતિશય ઉપયોગ સામે ચેતવી રહ્યા છે. તેમનું માનવું છે કે, વિદ્યાર્થીઓ AI પર જરૂર કરતા વધારે નિર્ભર બની રહ્યા છે. આ આદત તેમની વિચારવાની સ્વતંત્રતા અને શીખવાની ક્ષમતાને નબળી બનાવી શકે છે. AI એક સહાયક સાધન બની શકે છે, પરંતુ તે ક્યારેય મૂળભૂત જ્ઞાન કે શિક્ષણનું સ્થાન લઈ શકતું નથી. તેમણે વિદ્યાર્થીઓને પહેલા પાયાનું જ્ઞાન મજબૂત કરવા પર ભાર આપવા સૂચન કર્યું છે.
PM મોદીએ પણ પ્રશંસા કરી
ભારતની આ ટેક્નોલોજીની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે.
ભવિષ્યની યોજનાઓ
ઝોહો હાલમાં આ સર્વરને બજારમાં વ્યાપારી ધોરણે વેચવાની કોઈ યોજના ધરાવતું નથી. અત્યાર સુધીમાં કંપનીએ લગભગ 1,000 સર્વરનું પરીક્ષણ કર્યું છે. આ વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 2,000 સુધી પહોંચવાની ધારણા છે. કંપની પોતાની તમામ ટેકનોલોજી પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માંગે છે. સોફ્ટવેરથી લઈને હાર્ડવેર સુધીનું આ ઇકોસિસ્ટમ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મજબૂત મિશાલ છે.
આ પણ વાંચો---- Water Computer : વીજળી નહીં, પાણીથી ચાલતું હતું આ કમ્પ્યુટર! 90 વર્ષ જૂની આ શોધ વિશે જાણીને તમે પણ ચોંકી જશો