Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dadra Nagar Haveli માં બારમાં બબાલ, 1નું મોત..

Dadra Nagar Haveli : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) માં નરોલીમાં ગત મોડી રાત્રે બારમાં થયેલી મારામારીની ઘટનામાં 1નું મોત થયું છે. ગ્રાહક અને બારના સ્ટાફ વચ્ચે થયેલી તકરારમાં જીવલેણ હુમલો કરાયો હતો. ઘટનાના પગલે પોલીસ સ્થળ પર...
dadra nagar haveli માં બારમાં બબાલ  1નું મોત
Advertisement

Dadra Nagar Haveli : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) માં નરોલીમાં ગત મોડી રાત્રે બારમાં થયેલી મારામારીની ઘટનામાં 1નું મોત થયું છે. ગ્રાહક અને બારના સ્ટાફ વચ્ચે થયેલી તકરારમાં જીવલેણ હુમલો કરાયો હતો. ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.

Advertisement

મારામારીમાં ગ્રાહકનું મોત

Advertisement

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલા પુષ્પક બારમાં મોડી રાત્રે જીવલેણ બબાલ થઇ હતી. જાણવા મળેલી માહિતી મુજબ
બારના સ્ટાફ અને એક ગ્રાહક વચ્ચે મગજમારી થઇ હતી. જો કે ક્યા મુદ્દે મગજમારી થઇ તેની જાણકારી મળી શકી નથી પણ આ મામલે થયેલી મારામારીમાં ગ્રાહકનું મોત થયું હતું અને 2 શખ્સને ઇજા થઇ હતી.

સંજાણના સંદીપ ધોડી નામના યુવકનું મોત

મોડી રાત્રે નરોલીના પુષ્પક બારમાં બનેલી આ ઘટનામાં સંજાણના સંદીપ ધોડી નામના યુવકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં
દાદરા નગર હવેલી પોલીસ દોડતી થઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો----- VADODARA : પત્નીએ પાઇપનો ફટકો મારતા પતિ પલંગ પર ઢળી પડ્યો

આ પણ વાંચો----- Rajkot Gamezone fire : TPO સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટ્સની થશે તપાસ, બિલ્ડર લોબીમાં ફફડાટ!

આ પણ વાંચો----- Shaktisinh : ગેરકાયદેસર ખનનમાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારી જવાબદાર

આ પણ વાંચો---- વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, Bhuj ના તત્કાલિન નાયબ કલેક્ટરની બહુચરાજીથી ધરપકડ

Tags :
Advertisement

.

×