ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કરજણ પાસે બુલેટ ટ્રેનની કામગિરીમાં અકસ્માત: 1 શ્રમજીવીનું મોત

અહેવાલ---વિજય માલી, કરજણ  કરજણ (Karajan)ના કંબોલા નજીક બુલેટ ટ્રેન (bullet train)ની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક શ્રમજીવીનું મોત થયું છે અને અને ૭ ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથામિક માહિતી સાંપડી છે. એક શ્રમજીવી મોત વડોદરા જીલ્લાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની...
01:32 PM Aug 03, 2023 IST | Vipul Pandya
અહેવાલ---વિજય માલી, કરજણ  કરજણ (Karajan)ના કંબોલા નજીક બુલેટ ટ્રેન (bullet train)ની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક શ્રમજીવીનું મોત થયું છે અને અને ૭ ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથામિક માહિતી સાંપડી છે. એક શ્રમજીવી મોત વડોદરા જીલ્લાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની...
અહેવાલ---વિજય માલી, કરજણ 
કરજણ (Karajan)ના કંબોલા નજીક બુલેટ ટ્રેન (bullet train)ની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક શ્રમજીવીનું મોત થયું છે અને અને ૭ ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથામિક માહિતી સાંપડી છે.
એક શ્રમજીવી મોત
વડોદરા જીલ્લાના કરજણ તાલુકામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇનમાં અકસ્માત સર્જાતા એક શ્રમજીવી મોત થયું હોવાના તેમજ ૭ શ્રમજીવી ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચારો મળી રહ્યા છે. જ્યારે ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે. હાલ ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી હોવાની વિગતો સાંપડી છે.
વિશાળકાય ક્રેઇન મારફતે ગાર્ડર ગોઠવવાની કામગીરી
પ્રાપ્ત માહિતી અનુસાત હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ સાપા પાટિયા પાસે ચાલી રહી છે. જ્યાં આજે વિશાળકાય ક્રેઇન મારફતે ગાર્ડર ગોઠવવાની કામગીરી થઇ રહી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
આ દરમિયાન ક્રેઇનમાં ખામી સર્જાતા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કામ કરી રહેલા એક શ્રમજીવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે. જ્યારે ૭ કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સૂત્રો દ્વારા મળી છે. ઘટનાની જાણ થતાં કરજણ SDM,કરજણ મામલતદાર તેમજ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો---રાજ્યમાં કંજક્ટિવાઈટિસના કેસમાં અધધ..વધારો.! આંકડો જાણીને તમે ચોંકી જશો
Tags :
Accidentbullet trainKarajan
Next Article