Ahmedabad : 108 એમ્બ્યુલન્સ જ બની જીવલેણ? મણિનગરમાં રેલવે કર્મચારીને ટક્કર મારી ડ્રાઈવર ફરાર
- Ahmedabad : મણિનગર અકસ્માત, 108ના ડ્રાઈવરે હિટ એન્ડ રન કર્યું હોવાનો ગંભીર આરોપ – ભોગ બનનારે ઉઠાવ્યો સવાલ
- “108 જીવ બચાવે કે જીવ લે?” – ઈડલી ચાર રસ્તા અકસ્માતમાં રેલવે કર્મચારીની વ્યથા
- 17 માર્ચ 2025ની રાતે 108એ ટક્કર મારી ફરાર – 11 મહિના પછી પણ આરોપી ઝડપાયો નહીં
- મણિનગરમાં 108 એમ્બ્યુલન્સની બેદરકારી: રાહદારીને કચડીને ભાગ્યો ડ્રાઈવર – પોલીસ-108 પાસેથી ન્યાયની માંગ
Ahmedabad : મણિનગર વિસ્તારમાં 17 માર્ચ 2025ની રાત્રે ઈડલી ચાર રસ્તા પાસે એક દુઃખદ અકસ્માત બન્યો હતો, જેમાં રાહદારી રેલવે કર્મચારી ઈશ્વરભાઈ મકવાણાને ગંભીર ઈજા થઈ હતી. પરંતુ આ અકસ્માતની સૌથી મોટી વેદના એ છે કે ટક્કર મારનાર વાહન કોઈ સામાન્ય ખાનગી ગાડી નહોતી, પરંતુ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
ઈશ્વરભાઈ મકવાણાએ જણાવ્યું કે તેઓ નોકરીમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ 108 એમ્બ્યુલન્સે તેમને ટક્કર મારી અને ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. અકસ્માતને નજરે જોયેલા સ્થાનિક લોકોએ પણ સમાન દાવો કર્યો છે કે અકસ્માત કરનાર વાહન 108 એમ્બ્યુલન્સ જ હતી અને તે મણિનગર ઈલાજ મેડિકલથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી.
Ahmedabad : ભોગ બનનાર ઈશ્વરભાઈની વ્યથા
ઈશ્વરભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં કહ્યું: “108 જીવ બચાવવા માટે છે કે જીવ લેવા માટે? એમ્બ્યુલન્સનો ડ્રાઈવર મને કચડીને ફરાર થઈ ગયો. અકસ્માત પછી હું જમીન પર પડી ગયો, લોકો બુમાબૂમ કરી રહ્યા હતા છતાં તે રોકાયો જ નહીં.”
108 દ્વારા અમદાવાદના મણિનગરના ઈડલી ચાર રસ્તાના અકસ્માતનો કેસ
અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ ગુજરાત ફર્સ્ટનો કર્યો સંપર્ક
અકસ્માત સમયે ઘટનાસ્થળે હાજર લોકોએ કર્યો સંપર્ક
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈન કર્યો દાવો
અકસ્માત સમયે 108ના ડ્રાઈવરે હિટ એન્ડ રન કર્યાનો દાવો… pic.twitter.com/Dc5t692DvB— Gujarat First (@GujaratFirst) February 1, 2026
રામોલ આઈ ડિવિઝન પોલીસમાં ફરિયાદ
અકસ્માતના તરત જ ઈશ્વરભાઈએ 20 માર્ચ 2025ના રોજ રામોલ આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આજ દિન સુધી (ફેબ્રુઆરી 2026) આરોપી ડ્રાઈવર ઝડપાયો નથી. ઈશ્વરભાઈનો સવાલ છે. “108 પાસે GPS સિસ્ટમ છે, દરેક એમ્બ્યુલન્સનું લોકેશન, નંબર અને ડ્રાઈવરનું નામ રેકોર્ડમાં હોય છે. તો 17 માર્ચ 2025ની રાત્રે કઈ એમ્બ્યુલન્સ ત્યાં હતી તે શોધવું એમના માટે ખૂબ જ સરળ છે. પછી પણ કાર્યવાહી કેમ નથી થતી?”
Ahmedabad : સ્થાનિકોનો પણ રોષ
અકસ્માતને નજરે જોયેલા સ્થાનિક લોકોએ પણ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે: “અકસ્માત કરનાર 108 જ હતી, અન્ય કોઈ ખાનગી વાહન નહોતું.”
“લોકોએ બુમાબૂમ કરી છતાં ડ્રાઈવર રોકાયો નહીં.” “જો 108ની ટીમ જ આવું કરે તો ઈમરજન્સી સેવા પર ભરોસો કેવી રીતે કરવો?” “શું બીજા કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જશે તો જ 108ની ટીમ માનશે?”
ગુજરાત ફર્સ્ટની અપીલ
આ મામલે ઈશ્વરભાઈ મકવાણા અને સ્થાનિકોએ ગુજરાત ફર્સ્ટને આભાર વ્યક્ત કર્યો છે કે તેમણે આ અવાજને પ્લેટફોર્મ આપ્યું. તેઓની મુખ્ય માંગ છે કે, 108 એમ્બ્યુલન્સના આરોપી ડ્રાઈવરને તાત્કાલિક ઝડપવામાં આવવો જોઈએ. સાથે જ રામોલ આઈ ડિવિઝન પોલીસ અને ટ્રાફિક DCP સ્તરે યોગ્ય તપાસ કરવામાં આવવી જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે, 108 સેવાના વહીવટી તંત્ર આરોપી ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તેની ખાતરી આપવામાં આવે.
આ પણ વાંચો-બાલાસિનોર પોલીસે ધોરણ-9માં ભણતા વિદ્યાર્થીને માર્યો ઢોર માર, SP સફીન હસન સાથે MLA ઝાલાની બોલાચાલી


