Sri Lanka માં ભારે વરસાદ બાદ પરિસ્થિતિ વધુ વણસી, 12 ના મોત
- દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર
- હવામાનને કારણે Sri Lanka માં ભારે વરસાદ
- Sri Lanka માં ઓછામાં ઓછા 12 લોકોના મોત
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ભારે વરસાદને પગલે વિષમ હવામાનને કારણે શ્રીલંકા (Sri Lanka)માં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 3.30 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ ગુરુવારે આ વિશે માહિતી આપી. મૃતકોમાંથી આઠ અમ્પારાના પૂર્વ જિલ્લાના હોવાનું કહેવાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રતિકૂળ હવામાન બંગાળની ખાડીમાં રચાયેલા ઊંડા દબાણ ક્ષેત્રનું પરિણામ હતું, જે મુખ્યત્વે પૂર્વીય પ્રાંતને અસર કરે છે.
લાખો લોકોને અસર થઈ હતી...
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યા સુધીમાં 21 જિલ્લાઓમાં 98,000 થી વધુ પરિવારોના 3,30,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. હવામાન કેન્દ્રે શુક્રવાર સુધી વધુ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે નેશનલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI) એ બુધવારે 9 માંથી 4 પ્રાંતો માટે ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. પૂર અને ભૂસ્ખલનને કારણે 80 થી વધુ મકાનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે.
Northern and Eastern Sri Lanka saw extremely heavy rainfall, flooding many areas. Most of the Tamil speaking region's are under heavy flood, displaced many. pic.twitter.com/N4dEdWlN8E
— Tamil Nadu Geography (@TNGeography) November 28, 2024
આ પણ વાંચો : ચિન્મય દાસની ધરપકડ પર Sheikh Hasina નું મોટું નિવેદન, Bangladesh સરકાર પર ગંભીર કર્યા આરોપ
સેના તૈનાત...
અધિકારીઓએ જણાવ્યું કે 25,000 થી વધુ લોકોને 260 થી વધુ આશ્રયસ્થાનોમાં સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ અસરગ્રસ્તોને રાહત આપવા માટે લશ્કરી જવાનોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા બુધવારે ભારે વરસાદને કારણે કોલંબો જતી ઓછામાં ઓછી છ ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 75 મીમી વરસાદ પડ્યો હતો અને ટાપુના મોટા ભાગ પર ભારે પવન ફૂંકાયો હતો. સિંચાઈ વિભાગે કેલાની નદી બેસિન અને કાલા ઓયા બેસિનમાં ઘણા નીચાણવાળા વિસ્તારો માટે પૂરની ચેતવણી જારી કરી છે, જે શુક્રવાર સવાર સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો : લ્યો બોલો, ગર્લફ્રેન્ડે રૂ. 5,900 કરોડ કચરામાં નાંખી દીધા! પછી બોયફ્રેન્ડે કર્યું આવું કે..!