Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yoga guru Swami Sivananda Baba : ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતા 128 વર્ષીય યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાનું નિધન

છેલ્લા ત્રણ દિવસથી BHUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી
yoga guru swami sivananda baba    ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતા 128 વર્ષીય યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાનું નિધન
Advertisement
  • વર્ષ 2022માં સરકારે પદ્મ શ્રીથી કર્યા હતા સન્માનિત
  • શ્વાસની તકલીફ થતાં 3 દિવસથી કરાયા હતા દાખલ
  • BHUમાં 3 મેના રાત્રે 8.30 કલાકે લીધા અંતિમશ્વાસ

Yoga guru Swami Sivananda Baba : 128 વર્ષની વયે યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન થયુ છે. વર્ષ 2022માં સરકારે પદ્મ શ્રીથી સન્માનિત કર્યા હતા. તેમને શ્વાસની તકલીફ થતાં 3 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. BHUમાં 3 મેના રાત્રે 8.30 કલાકે અંતિમશ્વાસ લીધા છે. તથા દુર્ગાકુંડ સ્થિત આશ્રમમાં નશ્વરદેહના અંતિમ દર્શન કરી શકાશે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં રહેતા 128 વર્ષીય યોગ ગુરુ સ્વામી શિવાનંદ બાબાનું શનિવારે રાત્રે નિધન થયું હતુ.

Advertisement

છેલ્લા ત્રણ દિવસથી BHUમાં દાખલ કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી BHUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. બાબા શિવાનંદના વિદેશમાં પણ અનુયાયીઓ છે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દુર્ગાકુંડ સ્થિત તેમના આશ્રમમાં રાખવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર સોમવારે થઈ શકે છે. તેમને ત્રણ વર્ષ પહેલાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં શિવાનંદ બાબાની શિબિર લગાવવામાં આવી હતી. કુંભમાં પહોંચ્યા પછી તેમણે સ્નાન પણ કર્યું હતું. શિવાનંદ બાબાના આધાર કાર્ડ પર જન્મ તારીખ 8 ઓગસ્ટ 1896 નોંધાયેલી છે. તેમનો જન્મ અવિભાજિત બંગાળના શ્રીહટ્ટી જિલ્લામાં થયો હતો.

Advertisement

પદ્મશ્રીથી સન્માનિત યોગ સાધક સ્વામી શિવાનંદ બાબા

પદ્મશ્રીથી સન્માનિત યોગ સાધક સ્વામી શિવાનંદ બાબા છેલ્લા 100 વર્ષથી દરેક કુંભ (પ્રયાગરાજ, નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર) માં ભાગ લેતા હતા. બાબાના શરૂઆતના જીવન વિશે, બેંગલુરુથી કુંભમાં આવેલા તેમના શિષ્ય ફાલ્ગુન ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે બાબાનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ચાર વર્ષની ઉંમરે, તેમના માતાપિતાએ તેમને સંત ઓમકારાનંદ ગોસ્વામીને સોંપી દીધા હતા.

આ પણ વાંચો: NEET UG : મેડિકલમાં પ્રવેશ માટે આજે દેશભરમાં લેવાશે Exam, અમદાવાદમાં 20થી વધારે પરીક્ષા કેન્દ્રો

Tags :
Advertisement

.

×