Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડૉ.બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતીની ઉજવણી

સમગ્ર દેશ 14 એપ્રિલ એટલે કે, આંબેડકર જયંતિની ઉજવણી કરી રહ્યો છે. જેને લઈને, ગુજરાતમાં પણ આ વર્ષે ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાજ્યની રાજધાની ગાંધીનગરમાં અત્યાર સુધીની સૌથી મોટી એટલે કે, ગુજરાત જ નહીં પરંતુ...
ડૉ બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતીની ઉજવણી
Advertisement

સમગ્ર દેશ 14 એપ્રિલ એટલે કે, આંબેડકર જયંતિની ઉજવણી કરી રહ્યો છે. જેને લઈને, ગુજરાતમાં પણ આ વર્ષે ઐતિહાસિક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાજ્યની રાજધાની ગાંધીનગરમાં અત્યાર સુધીની સૌથી મોટી એટલે કે, ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સ્વયં સૈનિક દળ દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરના રામકથા મેદાનમાં આ કાર્યક્રમ દરમિયાન, લગભગ 1 લાખ લોકો હાજર રહેશે અને ગાંધીનગર ખાતે બાબા સાહેબને સલામી આપશે. આ સાથે બાબા સાહેબ દ્વારા આપવામાં આવેલી 22 પતિજ્ઞાનું પઠન કરવામાં આવશે.

Advertisement

સ્વયં સૈનિક દળ (SSD) નામના સંગઠન દ્વારા કરાયું  આયોજન 

Advertisement

આ કાર્યક્રમનું આયોજન સ્વયં સૈનિક દળ (SSD) નામના સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે આ અવસર પર મહારેલી અને મહાસભાનું આયોજન કરશે. ગાંધીનગર રામકથા મેદાનમાં આ આયોજનમાં ગુજરાત વિવિધ ગામડાઓ, તાલુકા તથા શહેરમાંથી 1 લાખ જેટલા લોકો ભાગ લેશે. સ્વયં સૈનિક દળ ( SSD)ના તમામ કાર્યકર્તાઓ પોતાના ડ્રેસમાં હાજર રહી બાબાસાહેબ આંબેડકર દ્વારા બતાવવામાં આવેલી 22 પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનો સંકલ્પ લેશે. આ બાદ, બાબા સાહેબની પ્રતિમાને સલામી પણ આપશે. સંગઠન દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું કે, આ સંગઠનમાં એક પણ હોદ્દેદાર નથી, આ સાથે જ જેટલી પુરૂષોની સંખ્યા હશે તેટલી જ મહિલાઓની પણ ભાગીદારી આ કાર્યક્રમમાં જોવા મળશે.

આપણ  વાંચો- બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે કરાશે અનાવરણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×