રાજ્યભરમાંથી 134 ગેરહાજર Teachers બરતરફ કરાયા, 58 ને નોટિસ! Gujarat First નાં અહેવાલનો પડઘો!
રાજ્યમાં ભૂતિયા-ગુલ્લીબાજ શિક્ષકો (Teachers) અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા અહેવાલ રજૂ કર્યા બાદ તેના મોટા પડઘા જોવા મળ્યા છે. રાજ્યભરમાં ગેરહાજર 134 શિક્ષકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર 70 શિક્ષકો પૈકી 58 વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - રાજ્યમાં ગુલ્લીબાજ શિક્ષકોનો રાફડો ફાટ્યો..સુરતમાં 3 Teacher...!
- ગુજરાત ફર્સ્ટનાં ધારદાર અહેવાલનાં પડઘા પડ્યા
- રાજ્યભરમાં ભૂતિયા-ગુલ્લીબાજ શિક્ષકો સામે કડક કાર્યવાહી
- 70 પૈકી 58 વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરાઈ
- વર્ષ 2019 થી 2022 સુધીમાં 134 ગેરહાજર શિક્ષકો બરતરફ કરાયા
- નગર શિક્ષણ સમિતિ હસ્તકનાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે.
- 44…— Gujarat First (@GujaratFirst) August 13, 2024
ગુજરાત ફર્સ્ટના અહેવાલના પડઘા પડ્યા
રાજ્યમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મૂકીને વિદેશ ભાગી જનારા ભૂતિયા-ગુલ્લીબાજ શિક્ષકો (Teachers) અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા ધારદાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટનાં (Gujarat First) અહેવાલની હવે અસર જોવા મળી છે. રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનાં અહેવાલ મળ્યા છે. માહિતી મુજબ, રાજ્યભરમાંથી 134 જેટલા ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયાં હોવાની માહિતી છે. વર્ષ 2019 થી 2022 સુધીમાં 134 ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયા છે. આ શિક્ષકોમાં નગર શિક્ષણ સમિતિ (Nagar Shiksha Samiti) હસ્તકનાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે. સમિતિ હસ્તકનાં 44 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો - Rajkot: લાંચિયાઓ હવે નવો રેકૉર્ડ બનાવવા તરફ! ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા
3 શિક્ષકોનાં રાજીનામા સ્વીકારાયા!
એવી માહિતી મળી છે કે, નગર શિક્ષણ સમિતિ હસ્તકનાં 3 શિક્ષકોનાં (Teachers) રાજીનામા સ્વીકારાયા છે. જ્યારે સમિતિના 3 શિક્ષકોને બરતરફ કરાયા છે. રાજ્યમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 હોવાનો ખુલાસો થયો છે. આ 70 પૈકી 58 વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. 58 શિક્ષકોને વિભાગ દ્વારા નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો છે. જ્યારે બાકીનાં 12 શિક્ષકો માટે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ ફરિયાદનાં કારણે ફરજ મોકૂફી પર હોય તેવા શિક્ષકોની સંખ્યા 03 છે હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3 માસ કે તેથી વધુ સમયથી કોઈ કારણસર ગેરહાજર હોય તેવા શિક્ષકોની સંખ્યા 151 નોંધાઈ છે. આ પૈકી ગંભીર અકસ્માત અને બીમારીનાં કારણોસર ગેરહાજર શિક્ષકોની સંખ્યા 18 છે. આ મામલે હાલ આગળની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Vande Metro Train : ગુજરાતીઓ આનંદો... હવે પટરી પર જલદી દોડશે વંદે મેટ્રો ટ્રેન, જાણો તેના અંગે