ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત, એકનો બચાવ, દગાચી ગામમાં શોકનો માહોલ

અમદાવાદથી લંડન જઈ રહેલ પ્લેનમાં દીવના 15 લોકો સવાર હતા. જેમાંથી 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થવા પામ્યો છે.
10:26 PM Jun 13, 2025 IST | Vishal Khamar
અમદાવાદથી લંડન જઈ રહેલ પ્લેનમાં દીવના 15 લોકો સવાર હતા. જેમાંથી 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક વ્યક્તિનો બચાવ થવા પામ્યો છે.
div ahmedabad plane crash

ગઈકાલે બનેલ ગુજરાતની સૌથી મોટી પ્લેન દુર્ઘટનામાં 242 યાત્રિકોમાંથી માત્ર એક યાત્રિકનો બચાવ થયો હતો. પ્લેન દુર્ઘટનામાં દીવ જિલ્લાના 15 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં 14 ના મોત નિપજ્યા હતા અને એક નો બચાવ થયો હતો.

દીવના દગાચી ગામમાં ગમગીન માહોલ : ભાનુબેન

દીવ જિલ્લા પંચાયતના સદસ્ય ભાનુબેને જણાવ્યું હતું કે, જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. તેમાં અમારા ગામના કુલ 15 લોકો હતા. જે લોકો લંડન જવા માટે નીકળ્યા હતા.નાનકડા એવા દીવ માંથી 14 લોકો ના મોત થતાં સમગ્ર જિલ્લા માં શોક નો માહોલ જોવા મળી રહ્યો છે દીવના દગાચી ગામમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો હતો.

બધી વાતચીત થઈ ત્યારે મને બધી ખબર પડીઃ સૂઈબેન

મૃતકના સગા સુઈબેને જણાવ્યું હતું કે અમને તો કંઈ ખબર ન હતી. આ બધી વાતચીત થઈ ત્યારે મને બધી ખબર પડી હતી. મે સામેથી ફોન કર્યો ફોન ઉપાડ્યા બાદ મને એમ કહ્યું કે માં અમે પ્લેનમાં બેસી ગયા છીએ.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : બોરસદના યુવકે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ, માતાએ કહ્યું લગ્ન કરવા આવ્યો છે તો લગ્ન કરીને જા!

દાદીનું બ્લડ સેમ્પલ લઈ ગયા છેઃ કાંતાબેન

મૃતકના દાદી કાંતાબેને જણાવ્યું હતું કે, મે એમને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારા છોકરા બઉ રડી રહ્યા છે. જેથી મે કહ્યું કે સારૂ તો પછી ફોન કરજો હાલ છોકરાઓને સાચવો. તેમ કહી ફોન મુકી દીધો હતો. દીવના અગણિત લોકો લંડન અને પોર્ટુગીઝમાં વસવાટ કરે છે. ત્યારે એમાંથી એક સાથે 14 ના મોત થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમના સગા સબંધીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. દાદીનું બ્લડ સેમ્પલ લઈ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Gandhinagar : રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

Tags :
Ahmedabad Plane crashDagachi villageDiuGujarat FirstGUJARAT FIRST NEWSplane crash accident
Next Article