ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માંગરોળના શીલ ગામે નેત્રાવતી નદીમાં ડૂબી જવાથી 14 વર્ષના બાળકનું કરૂણ મોત

શીલ ગામે નેત્રાવતી નદીમાં 14 વર્ષના બાળકનું ડૂબવાથી મોત 
07:17 PM Aug 17, 2025 IST | Mujahid Tunvar
શીલ ગામે નેત્રાવતી નદીમાં 14 વર્ષના બાળકનું ડૂબવાથી મોત 

જૂનાગઢ : માંગરોળ તાલુકાના શીલ ગામે નેત્રાવતી નદીમાં ભારે વરસાદ અને તેજ પ્રવાહને કારણે એક 14 વર્ષના બાળકનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. મૃતક બાળકનું નામ પ્રેમ બાબુભાઈ કોડીયાતર હતું. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે (17 ઓગસ્ટ) ભારે વરસાદને કારણે નેત્રાવતી નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ થઈ ગયો હતો. પ્રેમ બાબુભાઈ કોડીયાતર નદીકાંઠે ભેંસો ચરાવી રહ્યો હતો. આ દરમિયાન તેની એક ભેંસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ભેંસને બચાવવા માટે પ્રેમ પાણીમાં ઉતર્યો, પરંતુ તેજ પ્રવાહમાં તે પોતે તણાઈ ગયો. તેની સાથે રહેલો બીજો બાળક પ્રેમને બચાવવા પાણીમાં કૂદ્યો, પરંતુ તે પણ તેજ પ્રવાહમાં ફસાઈ ગયો અને પ્રેમને બચાવી શક્યો નહીં.

આ પણ વાંચો-ભરૂચમાં ચોંકાવનારી ઘટના; અકસ્માત સર્જિને હત્યા કરાતા ચકચાર

ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી, પરંતુ પ્રેમનો બચાવી શકાયો નહીં અને અંતે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, બીજા બાળકને બચાવી લેવામાં આવ્યો હતો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને આગળની તપાસ શરૂ કરી છે.

આ ઘટનાથી પ્રેમના પરિવારજનો પર આઘાત તૂટી પડ્યો છે. ગામમાં શોકનો માહોલ છવાયો છે, અને સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર પાસે નદીકાંઠે સલામતીના પગલાં લેવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટળે.

આ પહેલાં પણ શીલ ગામે નેત્રાવતી નદીમાં ડૂબવાની ઘટનાઓ બની છે. ભારે વરસાદ દરમિયાન નદીનો પ્રવાહ તેજ થતાં આવી દુર્ઘટનાઓનું જોખમ વધે છે. સ્થાનિક વહીવટે નદીકાંઠે ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે.

આ પણ વાંચો-અંબાજી શક્તિપીઠ ખાતે સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ : યાત્રિકો અને પ્રવાસીઓ પરેશાન

Tags :
#NetravatiRiver#ShilVillageChilddeathheavyrainJunagadhMangrol
Next Article