POLICE: પોલીસ સાંભળતી નથી તમારી ફરિયાદ ? તો કરો ડાયલ...
POLICE: પોલીસ (POLICE) દમન અથવા પોલીસ વિરૂદ્ધ ફરિયાદ માટે સરકાર દ્વારા ખાસ નંબર જાહેર કરાયો છે. જાહેર જનતા હવે પોલીસ (POLICE) સામે ડર્યા વગર ફરિયાદ કરી શકશે. લોકોએ પોલીસ (POLICE) સામે કોઇ પણ ફરિયાદ હોય તો 14449 નંબર ડાયલ કરવાનો રહેશે. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં આ માહિતી છે. આ નંબર 15 દિવસમાં એક્ટિવ થઇ જશે.
લોકો ડર્યા વગર ફરિયાદ કરી શકશે.
સામાન્ય રીતે લોકોની ફરિયાદ એવી હોય છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાવ ત્યારે પોલીસની વર્તણૂંક તેમની સાથે સારી હોતી નથી. અવાર નવાર ફરિયાદ ના લેવાતી હોવાના આરોપો પણ પોલીસ પર લાગતા હોય છે. લોકોને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવી પડતી હતી. હવે પોલીસ દમન કે પોલીસ સામે કોઇ પણ ફરિયાદ હોય તો લોકો ડર્યા વગર ફરિયાદ કરી શકશે.
Gujarat માં હવે કરી શકશો પોલીસ વિરૂદ્ધ ફરિયાદ#gujarat #GujaratPolice #GujaratHighCourt #GujaratFirst @sanghaviharsh @GujaratPolice pic.twitter.com/gEpgDxoKdD
— Gujarat First (@GujaratFirst) January 12, 2024
14449 નંબર 15 દિવસમાં ફરિયાદ માટે એક્ટિવ કરાશે
લોકો પોલીસ વિરુદ્ધની ફરિયાદ માટે 14449 નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકશે. ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે આ માહિતી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 14449 નંબર અપાયો છે. 14449 નંબર 15 દિવસમાં ફરિયાદ માટે એક્ટિવ કરાશે. 15 દિવસમાં આ ફોન નંબર એક્ટિવ કરવા માટે સરકારે HCને બાંહેધરી આપી છે.
પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24* 7 કાર્યરત
આ નંબર એક્ટિવ થતાં લોકોમાં જાગૃતિ થાય તે માટે સરકાર પણ જાહેરાત કરાશે પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24* 7 કાર્યરત રહેશે. ઉફરાંત રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે જેમકે 1091 નંબર મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે કાર્યરત છે. દેશ સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબરને પણ કાર્યરત કરાશે. સમગ્ર મામલે હવે આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
આ પણ વાંચો----GUJARAT : PM MODI ગુજરાતને આપશે વધુ એક ભેટ, વાંચો અહેવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ