ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જંગલમાં બિનવારસી ઉભેલી ગાડીમાંથી મળ્યા 15 કરોડ રોકડા, 55 કિલો સોનું

મધ્યપ્રદેશના ભોપાલમાં બે દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગની રેડ વચ્ચે એક મોટી જપ્તી થઇ છે. ભોપાલના એક જંગલમાં બિનવારસી સ્થિતિમાં મળી આવી.
03:10 PM Dec 20, 2024 IST | KRUTARTH JOSHI
મધ્યપ્રદેશના ભોપાલમાં બે દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગની રેડ વચ્ચે એક મોટી જપ્તી થઇ છે. ભોપાલના એક જંગલમાં બિનવારસી સ્થિતિમાં મળી આવી.
A car full of gold in the forest

ભોપાલ :  મધ્યપ્રદેશના ભોપાલમાં બે દિવસથી ચાલી રહેલી આવકવેરા વિભાગની રેડ વચ્ચે એક મોટી જપ્તી થઇ છે. ભોપાલના એક જંગલમાં બિનવારસી સ્થિતિમાં ઉભેલી ગાડીમાંથી 15 કરોડ રૂપિયા રોકડ અને 55 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં ઇન્કમ ટેક્સે પાડી છે રેડ

મધ્યપ્રદેશના ભોપાલમાં બે દિવસથી ચાલી રહેલા ઇનકમ ટેક્સની રેડ વચ્ચે એક મોટી જપ્તી સામ આવી છે. ભોપાલના એક જંગલમાં બિનવારસી પડેલી ગાડીમાં 15 કરોડ રૂપિયા રોકડા અને 55 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તે માહિતી મેળવવામાં આવી રહી છે કે રોકડ અને સોનાની આટલી મોટી ખેપ જેની પાસે હતી તે કુબેર છે કોણ.

આ પણ વાંચો : Penny Stock: 3 રૂપિયાનો આ શેર આજે 1.90 લાખ રૂપિયાનો છે

મંડોરા ગામ નજીકના જંગલમાંથી મળી ગાડી

મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ભોપાલ નજીકના મંડોરા ગામ નજીકના જંગલમાં બિનવારસી ઇનોવા કારની માહિતી મળી હતી. રાત્રે આશરે 2 વાગ્યે પોલીસ અને આિટીની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ગાડીમાંથી બે બેગ મળી. સર્ચ ઓપરેશન દરમિયાન બંન્ને બેગ સોનું અને કેશ જપ્ત કર્યા હતા. મળતી માહિતી અનુસાર સોનાનું વજન 55 કિલો છે. ઇનકમ ટેક્સ વિભાગે સોનાને જપ્ત કર્યું છે.

પોલીસ ગાડી માલિકની તપાસ કરી રહી છે

ગાડી ગ્વાલિયરના કોઇ વ્યક્તિના નામે રજિસ્ટર હોવાનું સામે આવ્યું છે. પોલીસ ગાડી માલિકની માહિતી પ્રાપ્ત કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, રેડથી બચાવવા માટે સોનાના જંગલમાં છોડી દેવાઇ હતી. સોનું બિનકાયદેસર નાણા દ્વારા ખરીદવામાં આવ્યું હોવાની માન્યતા છે.

આ પણ વાંચો : સંભલમાં સપા સાંસદ બર્કના ઘરની સીડીઓ તૂટી, ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી

એમપીના અનેક શહેરોમાં દરોડા

ભોપાલમાં એક જપ્તી તેવા સમયે થઇ જ્યારે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અલગ અલગ ટીમોએ બે દિવસ સુધી ભોપાલ, ઇંદોર અને ગ્વાલિયરમાં દરોડા પાડ્યા. મધ્યપ્રદેશના એક પૂર્વ વરિષ્ઠ અધિકારીની નજીકનાં હોવાનું માનવામાં આવે છે. આ ઉદ્યોગપતિ અને તેના સહયોગીઓના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. આ દરમિયાન બે કરોડ રૂપિયા રોકડા, જમીનની ખરીદીમાં વ્યાપર પ્રમાણમાં રોકાણ, બેંક લોકર્સ અને અનેક દસ્તાવેજ મળ્યા હતા.

આ પણ વાંચો : Gujrat: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી

Tags :
bhopal goldbhopal gold in jungleGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati Samcharlatest newsTrending News
Next Article