ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Job Fair: Gujarat સહિત દેશમાં 17માં રોજગાર મેળાનું આયોજન, 51 હજાર ઉમેદવારોને અપાયા નિમણૂંક પત્રકો

Job Fair: ગુજરાત સહિત દેશમાં આજે 17માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરના અલગ અલગ શહેરનો અને જિલ્લાઓમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
12:37 PM Oct 24, 2025 IST | SANJAY
Job Fair: ગુજરાત સહિત દેશમાં આજે 17માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરના અલગ અલગ શહેરનો અને જિલ્લાઓમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Job fair, Gujarat, Appointment letters, India

Job Fair: ગુજરાત સહિત દેશમાં આજે 17માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરના અલગ અલગ શહેરનો અને જિલ્લાઓમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગમાં નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં 51 હજાર ઉમેદવારોને આજે ઓફર લેટર આપવામાં આવ્યા છે.

આ માત્ર નોકરી નથી રાષ્ટ્ર સેવામાં યોગદાનનો અવસર મળ્યો

આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે સંદેશા થકી નિમણૂક પામેલ ઉમેદવારોને શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે આ માત્ર નોકરી નથી રાષ્ટ્ર સેવામાં યોગદાનનો અવસર મળ્યો છે. નાગરિક દેવો ભવઃ મંત્ર સાથે કામ કરો, લોકોને ઉપયોગી થવાનું છે. 11 વર્ષથી વિકસતી ભારત સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં 11 લાખથી વધુ ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા છે.

Job Fair: સ્કીલ ઈન્ડિયા મિશન હેઠળ યુવાનોને તાલીમ આપવામાં આવી

સ્કીલ ઈન્ડિયા મિશન હેઠળ યુવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. દેશમાં GTS બચત ઉત્સવથી લોકોને ફાયદો થયો છે, દૈનિક ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ ઘટ્યા તેમજ ભાવ ઘટવાના કારણે ઉત્પાદન વધ્યું છે. પરિણામે વિવિધ વસ્તુઓના ઉત્પાદન વધવાના કારણે રોજગારીના સર્જન થયા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રી જીતેન્દ્રસિંહે પણ વીડિયો કોન્ફરન્સ મારફતે નિમણૂંક પામી રહેલ ઉમેદવારોને શુભેચ્છા આપી કેન્દ્ર સરકારની વિવિધ ઉપલબ્ધિઓને ગણાવી હતી.

અમદાવાદમાં 150 ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા

અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં કાર્યક્રમનું આયોજન થયુ છે. જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપ્યા છે. ત્યારે દેશભરમાં 51 હજાર ઉમેદવારોને આજે નિમણુંક પત્રકો અપાઈ રહ્યાં છે તેમાં
અમદાવાદમાં 150 ઉમેદવારોને નિમણૂંક પત્રકો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ પોલીસને થયું બ્રહ્મજ્ઞાન

 

 

Tags :
appointment lettersGujaratIndiaJob Fair
Next Article