Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Corona Case: રાજ્યમાં કોરોના છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા, જામનગરમા કોરોનાના કેસાં વધારો

રાજ્યમાં આજે ફરી કોરોનામાં આંકડામાં વધારો થવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા હતા.
gujarat corona case  રાજ્યમાં કોરોના છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા  જામનગરમા કોરોનાના કેસાં વધારો
Advertisement
  • રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઉછાળો
  • છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા
  • રાજ્યમાં હાલ કોરાનાના 822 એક્ટિવ કેસ
  • 822 પૈકી 793 દર્દી હોમ આઇસોલેશનમાં

રાજ્યમાં આજે ફરી કોરોનામાં આંકડામાં વધારો થવા પામ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 183 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ કોરોનાના 822 એક્ટિવ કેસ નોંધાવા પામ્યા છે. 822 દર્દી પૈકી 792 દર્દી હોમ આઈસોલેશનમાં છે.

Advertisement

  • આરોગ્ય વિભાગ દ્વારા પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, જો હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
  • ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ૨નો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.
  • કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.
  • કોવિડના કેસોમાં દ૨ ૬ થી ૮ માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. "સાવચેતી એજ સમજદારી છે.
  • કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સી ટેસ્ટિંગ GBRC ગાંધીનગર ખાતે ક૨વામાં આવે છે જેમાં મુખ્યત્વે JN. 1, LF.7, LF.7.9 અને XFG Variant જોવા મળેલ છે. WHO ના ધારાધોરણ મુજબ Variant of Interest છે. આમ, આ variant સામાન્ય પ્રકા૨નો છે જેમાં ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ Navsari : ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં, એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની

Advertisement

જામનગરમાં 10 કેસ પોઝિટિવ આવ્યા

જામનગરમા કોરોનાના કેસમા ચિંતાજનક રીતે વધારો થયો હતો. શહેરમા આજે વધુ દસ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં પાંચ મહિલા અને પાંચ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેન્ટલ હોસ્ટેલમાં વકર્યો કોરોના, આજે વધુ બે દર્દીઓ નોંધાયા હતા. પાર્ક કોલોની, પીજી હોસ્ટેલ, પટેલ.કોલોની, પવનચક્કી, ગોકુલધામ, ખારવા ચકલો, તુલસી પાર્ટી પ્લોટ, જડેશ્વર ચોક વિસ્તારમાં કોરોનના દર્દીઓ નોંધાવા પામ્યા હતા. જામનગરમા કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 47 પર પહોંચી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા હતા. છેલ્લા પખવાડિયામાં 65 દર્દીઓ નોંધાયા, જે પૈકી 18 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા હતા.

આ પણ વાંચોઃ Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ

Tags :
Advertisement

.

×