Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભરૂચમાં 19 કરોડનું આંધણ : આવાસના જર્જરિત મકાનો બન્યા નશાખોરોનો અડ્ડો, લોકો ફરીથી ઝુંપડપટ્ટીમાં

ભરૂચ નગરપાલિકાની રાજીવ આવાસ યોજના, જે 2014માં ઝુંપડપટ્ટી મુક્ત ભરૂચ બનાવવાના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવી હતી, તે આજે સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. આ યોજના હેઠળ 21 બ્લોકમાં 512 મકાનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ મકાનો આજે ખંડેર અવસ્થામાં પડ્યા છે અને રહેવા લાયક નથી. નગરપાલિકાના ટેક્સના 19 કરોડ રૂપિયા આ યોજનામાં ખર્ચાયા હતા, પરંતુ તેનું પરિણામ શું મળ્યું? માત્ર ગંદકી, અસુરક્ષા અને નશાખોરોનો અડ્ડો
ભરૂચમાં 19 કરોડનું આંધણ   આવાસના જર્જરિત મકાનો બન્યા નશાખોરોનો અડ્ડો  લોકો ફરીથી ઝુંપડપટ્ટીમાં
Advertisement
  • ભરૂચ નગરપાલિકાની રાજીવ આવાસ યોજના નિષ્ફળ : 512 મકાનો ખંડેરમાં ફેરવાયા, કરોડો રૂપિયા પાણીમાં
  • રાજીવ આવાસ યોજના કૌભાંડ : ભરૂચમાં આવાસના મકાનો પશુઓના પાંજરાપોર કરતાં પણ ખરાબ, લોકો ઝુંપડપટ્ટીમાં પરત
  • રાજીવ આવાસ યોજના નિષ્ફળતા : ભરૂચ નગરપાલિકાના 21 બ્લોકમાં ગંદકી અને ખંડેર, લોકો મજબૂરીમાં ઝુંપડા તરફ
  • ભરૂચમાં રાજીવ આવાસ કૌભાંડ : પદાધિકારીઓ પર આરોપ, મકાનો રહેવા લાયક નહીં, કરોડોનું આંધણ

ભરૂચ નગરપાલિકાની રાજીવ આવાસ યોજના, જે 2014માં ઝુંપડપટ્ટી મુક્ત ભરૂચ બનાવવાના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવી હતી, તે આજે સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. આ યોજના હેઠળ 21 બ્લોકમાં 512 મકાનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ મકાનો આજે ખંડેર અવસ્થામાં પડ્યા છે અને રહેવા લાયક નથી. નગરપાલિકાના ટેક્સના 19 કરોડ રૂપિયા આ યોજનામાં ખર્ચાયા હતા, પરંતુ તેનું પરિણામ શું મળ્યું? માત્ર ગંદકી, અસુરક્ષા અને નશાખોરોનો અડ્ડો. આ યોજના પર કૌભાંડના ગંભીર આરોપો ઉઠી રહ્યા છે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ પર પૂર્વનિયોજિત કાવતરાના આક્ષેપો છે.

  ખરાબ બાંધકામ - અયોગ્ય જાળવણી

આ યોજના હેઠળ બનેલા મકાનોનું બાંધકામ એટલું નબળું છે કે ઉપરના મકાનોમાંથી મળમૂત્ર નીચેના મકાનોમાં ટપકે છે, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ મકાનો પશુઓના પાંજરાપોર કરતાં પણ ખરાબ અવસ્થામાં છે. પીવાનું પાણી માત્ર નજીવું આવે છે, વીજ કનેક્શન અપૂર્ણ છે અને બારી-બારણા પણ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા નથી. આ કારણે માત્ર 15થી 20 પરિવારો જ આ મકાનોમાં રહે છે, તે પણ ભય અને અસુરક્ષાના ઓથા હેઠળ.

Advertisement

Advertisement

ઝુંપડપટ્ટીમાં પરત ફરવા મજબૂર

આ મકાનોમાં રહેતા લોકો ગંભીર માંદગીમાં સપડાયા છે અને ઘણા તો પરત ઝુંપડપટ્ટીમાં જઈને રહેવા મજબૂર થયા છે. એક સ્થાનિક રહેવાસી શરીફ શેખે કહ્યું કે, "મકાનો રહેવા લાયક નથી, તેમ છતાં નગરપાલિકા 7 હજાર રૂપિયાનો મિલ્કત વેરો મોકલે છે. અમે ઝુંપડા તરફ પરત ફર્યા છીએ, પરંતુ ટેક્સની નોટિસ આવે છે." તેમણે કહ્યું કે, જો કોઈ અધિકારી એક રાત આ મકાનમાં વિતાવે તો તેઓ પોતાના ઝુંપડા છોડીને પરત આવશે.

અસામાજિક તત્વોનો બન્યો અડ્ડો

આ યોજનાનું નિરીક્ષણ કરતાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. મકાનોમાં દેશી-વિદેશી દારૂની બોટલો, ડ્રગ્સના ઈન્જેક્શન અને વપરાયેલા નિરોધ મળી આવ્યા છે. આ મકાનો અસામાજિક તત્વો માટે આશ્રયસ્થાન બની ગયા છે. ડ્રોન વીડિયોમાં બ્લોકના ટેરેસમાં તિરાડો અને બ્લોક એક બાજુ નમી ગયા હોવાનું જોવા મળ્યું છે. પાણીના કારણે પાયા નબળા પડી ગયા છે અને ગમે ત્યારે ધસી પડે તેવો ભય છે.

અયોગ્ય ફાળવણી- અયોગ્ય મેન્ટેનન્સના કારણે મકાનો જર્જરિત

આ યોજના હેઠળ નગરપાલિકાએ શ્રમજીવીઓને મોટા સ્વપ્ના બતાવીને બેંકમાંથી 70 હજારની લોન કરાવી અને મકાનો ફાળવ્યા હતા. પરંતુ 10 વર્ષ પછી પણ કોઈ રહેવા તૈયાર નથી. વિપક્ષના નગરસેવકોએ ભાજપ પર આક્ષેપ કર્યા છે કે 30 વર્ષના શાસનમાં આ કૌભાંડ થયું છે અને ભરૂચને 'ઉડતું ભરૂચ' બનાવી દીધું છે.

સરકાર અને ગરીબોના પૈસા વેડફાયા- જવાબદાર કોણ?

ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહ્યું કે મકાનો ફાળવાયા છે, પરંતુ લોકો રહેવા આવ્યા નથી. ગંદકીની ફરિયાદો પર સફાઈ કરાવવામાં આવે છે. પરંતુ આ જવાબને લોકો લુંલો બચાવ ગણાવે છે. આ ઘટના નગરપાલિકાના વહીવટમાં ભ્રષ્ટાચાર અને અયોગ્ય આયોજનને ઉજાગર કરે છે. રાજીવ આવાસ યોજના જેવી સરકારી યોજનાઓમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂર છે, જેથી ગરીબોના પૈસા વેડફાય નહીં. આ કૌભાંડની તપાસની માંગ ઉઠી રહી છે, જેથી જવાબદારોને સજા મળે અને યોજના સુધારાય.

આ પણ વાંચો- Sabarkantha : જન આરોગ્ય સાથે ચેડાં કરી કરોડોની કમાણી- સત્યા ડેરીમાં નકલી દૂધનો રેકેટ, 71 લાખનો મુદ્દામાલ જપ્ત

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Advertisement

.

×