ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનની જેલમાંથી 198 ભારતીય માછીમારો મુક્ત થશે, આ તારીખે પહોંચશે ગુજરાત

ગુજરાતના 198 માછીમારો શુક્રવારના રોજ પાકિસ્તાનની વિવિધ જેલમાંથી મુક્ત થશે. તમામ માછીમારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ તમામે તેમની સજા પૂરી કરી છે. આ તમામ ભારતીય માછીમારો અટારી વાઘા બોર્ડર થઈને ભારત આવશે. આ ભારતીય માછીમારો ભૂલથી...
07:47 PM May 11, 2023 IST | Dhruv Parmar
ગુજરાતના 198 માછીમારો શુક્રવારના રોજ પાકિસ્તાનની વિવિધ જેલમાંથી મુક્ત થશે. તમામ માછીમારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ તમામે તેમની સજા પૂરી કરી છે. આ તમામ ભારતીય માછીમારો અટારી વાઘા બોર્ડર થઈને ભારત આવશે. આ ભારતીય માછીમારો ભૂલથી...

ગુજરાતના 198 માછીમારો શુક્રવારના રોજ પાકિસ્તાનની વિવિધ જેલમાંથી મુક્ત થશે. તમામ માછીમારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ તમામે તેમની સજા પૂરી કરી છે. આ તમામ ભારતીય માછીમારો અટારી વાઘા બોર્ડર થઈને ભારત આવશે. આ ભારતીય માછીમારો ભૂલથી ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયા હતા. આ પછી પાકિસ્તાન સરકારે તમામને જેલમાં ધકેલી દીધા હતા.

મહત્વનું છે કે, ભારતીય માછીમારોને કરાચી જેલમાંથી 12 મેના રોજ છોડવામાં આવશે. જેઓેને તા. 13ના અમૃતસર પાસે આવેલ વાઘા-અટારી રેલ્વે સ્ટેશન ખાતે લવાશે. જેઓની ભારતીય સુરક્ષા એજન્સી તપાસ-પુછપરછ-વેરીફિકેશન કર્યા બાદ ત્યાંથી રાત્રિની ટ્રેનમાં 14 મેના નીકળી તા. 15ની સાંજ સુધીમાં વેરાવળ બસ દ્વારા પહોંચશે. ફીશરીઝ કચેરીના આઠ અધિકારીઓની ટીમ જરૂરી રેર્કડ સાથે વાઘા સરહદે જવા રવાના થઈ છે. જે આગામી તા.15 ના રોજ વેરાવળ ખાતે પહોંચશે.

આ બધાની વચ્ચે ઝુલ્ફીકાર નામનો એક ભારતીય નાગરિક પણ જેલ મુક્ત થવાનો હતો પરંતુ તેને જેલ મુક્તિ મળે તે પહેલા જ બીમારીના કારણે તેનું કરાચીની હોસ્પિટલમાં મોત થયું હતું. ઝુલ્ફીકારને તાવ અને ફેફ્સામાં ચેપના કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન શનિવારે તેનું મોત થયું હતું. હાલ પાકિસ્તાનની વિવિધ જેલમાં 654 જેટલા ગુજરાતના માછીમારો બંધ છે તેમજ 1200થી વધુ બોટો પણ તેમના કબ્જામાં છે.

આ pan વાંચો : સાંસદ મનસુખ વસાવાએ ફરી બાયો ચડાવી, મનરેગામાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના કર્યા આક્ષેપો

Tags :
fishermenGujaratPakistanPakistan jailworld
Next Article