કચ્છમાં સરકારી જમીન વેચવાના મામલામાં પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા સહિત 2ની ધરપકડ
કચ્છમાં સરકારી જમીન વેચવાનો મામલો કચ્છના પૂર્વ કલેકટર અને સસ્પેન્ડેડ આઇ. એ.એસ.અધિકારી પ્રદિપ શર્મા સહિત બે આરોપીની ધરપકડ જમીન અંગે ભુજ સી.આઇ. ડી. ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઈ હતી ભુજના મામલતદાર કલ્પનાબેન ગોદિયાએ પૂર્વ કલેકટર સામે નોંધાવી હતી ફરિયાદ કચ્છ...
Advertisement
- કચ્છમાં સરકારી જમીન વેચવાનો મામલો
- કચ્છના પૂર્વ કલેકટર અને સસ્પેન્ડેડ આઇ. એ.એસ.અધિકારી પ્રદિપ શર્મા સહિત બે આરોપીની ધરપકડ
- જમીન અંગે ભુજ સી.આઇ. ડી. ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાઈ હતી
- ભુજના મામલતદાર કલ્પનાબેન ગોદિયાએ પૂર્વ કલેકટર સામે નોંધાવી હતી ફરિયાદ
કચ્છ જિલ્લાના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા સહિત 2 આરોપીની ભુજ સીઆઇડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઇ છે.
પ્રદિપ શર્મા સહિત 2ની ધરપકડ
પ્રાપ્ત માહિતી મુજબ કચ્છમાં સરકારી જમીન વેચવાના મામલે ભુજ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરાઇ હતી. ભુજના મામલતદાર કલ્પનાબેન ગોદિયાએ પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા સહિત 2 આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે પ્રદિપ શર્મા અને બિલ્ડર સંજય શાહની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળે છે.
સરકારી ખરાબાની જમીન વેચી દીધી
પ્રદિપ શર્મા અને સંજય શાહને આજે સાંજે જ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. સુત્રોએ કહ્યું કે જમીન મુલ્યાંકન સમયે શરતભંગ છતાં જમીન મંજૂર કરી હોવાનો આરોપ બંને સામે લગાવાયો છે. પ્રદિપ શર્માની ધરપકડ થતાં ખળભળાટ મચી ગયો છે. ભુજમાં સરકારી ખરાબાની જમીન વેચી દીધી હોવાનો આરોપ લગાવાયો છે.


