Mahayutiની 2 બેઠક અચાનક જ રદ..નવા-જૂનીના એંધાણ
- મહારાષ્ટ્રમાં મહાયુતિમાં નવા-જૂનીના એંધાણની ભીતિ!
- મહાયુતિની આજની મળનારી બંને બેઠકો એકાએક રદ્દ
- બેઠક રદ્દ કરીને અચાનક તેમના ગામ જતાં રહ્યાં એકનાથ શિંદે
- સતારાથી શિંદે પરત ફર્યા બાદ બેઠક મળે તેવી ચર્ચાઓ
- ગઈકાલે દિલ્હીમાં મહાયુતિના નેતાઓની મળી હતી બેઠક
- ત્રણ કલાક ચાલેલી બેઠકમાં CMનું નામ નથી થઈ શક્યું નક્કી
- આજે વિભાગ ફાળવણી મુદ્દે મુંબઈમાં મળવાની હતી બેઠક
Mahayuti Coalition : મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે જાહેરાત થવાની હતી. પરંતુ આ દરમિયાન મહાયુતિ કેમ્પ (Mahayuti Coalition)માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ પદની જાહેરાત પહેલા યોજાનારી મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. મહાયુતિની 2 બેઠક અચાનક રદ કરવામાં આવી હતી. જો અહેવાલોનું માનીએ તો પૂર્વ સીએમ એકનાથ શિંદે તેમના મૂળગાંવ સાતારા જઈ રહ્યા છે.
2 દિવસ સુધી બેઠક નહીં થાય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે મુંબઈમાં યોજાનારી મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. આ બેઠક આગામી 2 દિવસ સુધી નહીં થાય. મીટીંગ રદ્દ કરવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં બીજેપીના ગ્રુપ લીડરની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ મહાયુતિ ગઠબંધનની બેઠક શરૂ થઈ શકે છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સતારામાં પોતાના ગામ જવાની તૈયારી કરી રહ્યા છે.
અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક
અગાઉ, મહાયુતિના ત્રણ મોટા નેતાઓ - સીએમ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા કરવા મોટી બેઠક યોજાવાની હતી.
અચાનક એકનાથ શિંદે સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના
એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક એકનાથ શિંદે સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, તેથી આજની બેઠક સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સતારાથી પરત ફર્યા બાદ આ બેઠક ફરીથી યોજાશે અને બાકીના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો----Eknath Shinde ડેપ્યુટી સીએમ નહી...શિંદેના પ્રવક્તાનો દાવો
એકનાથ શિંદેની ઉદાસીનતા પર ઉઠ્યા પ્રશ્નો
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીમાં આયોજિત મીટિંગ બાદ એકનાથ શિંદેની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોટો પડાવતી વખતે તેમના ચહેરા પર ખુશી ન હતી. જો કે બાદમાં મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે અમારી વચ્ચે બધુ બરાબર છે.
Maharashtra caretaker CM Eknath Shinde, BJP leader Devendra Fadnavis, NCP chief Ajit Pawar and other Mahayuti leaders meet Union HM Amit Shah and BJP national president JP Nadda, in Delhi
(Source - Maharashtra CMO) pic.twitter.com/8BZPGSKhbt
— ANI (@ANI) November 28, 2024
ગુરુવારે રાત્રે અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી.
અગાઉ ગઈકાલે મોડી સાંજે ગૃહ પ્રધાન અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સાથે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અલગથી વાત કરી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ, એનસીપી સાંસદ સુનીલ તટકરે પણ શાહના ઘરે પહોંચ્યા હતા. લગભગ ત્રણ કલાક સુધી બેઠક ચાલી પરંતુ મુખ્યમંત્રીના નામ પર નિર્ણય થઈ શક્યો ન હતો.
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા
બેઠક બાદ ત્રણેય એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મોડી રાત્રે મુંબઈ પરત ફર્યા હતા. આ બેઠક અંગે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે આ બેઠક સારી અને સકારાત્મક હતી. આ પહેલી મુલાકાત હતી. જેમાં શાહ અને જેપી નડ્ડા મળ્યા હતા. શિંદેના જણાવ્યા અનુસાર, મહાયુતિના નેતાઓ મુંબઈમાં બીજી બેઠક કરશે જેમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો---Maharashtra New CM પર આ નામ પર લાગી મહોર, આજે થશે જાહેરાત