Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jammu Kashmir : બારામુલ્લામાં સેનાના વાહન પર આતંકી હુમલો, 2 જવાન ઘાયલ

LOC નજીક બોટાપથર ગુલમર્ગના નાગીન પોસ્ટ વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો છે
jammu kashmir   બારામુલ્લામાં સેનાના વાહન પર આતંકી હુમલો  2 જવાન ઘાયલ
Advertisement
  1. Jammu Kashmir માં આતંકીઓ ફરી બેફામ
  2. બારામુલ્લામાં આતંકી હુમલાના સમાચાર
  3. આતંકીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના બારામુલા જિલ્લામાંથી આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ LOC નજીક બોટાપથર ગુલમર્ગના નાગીન પોસ્ટ વિસ્તારમાં આતંકીઓએ સેનાના એક વાહન પર હુમલો કર્યો છે. પીટીઆઈ અનુસાર, અધિકારીઓએ કહ્યું છે કે આ આતંકવાદી હુમલામાં બે સૈનિકો ઘાયલ થયા છે.

સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર...

બારામુલ્લા પોલીસે આ ઘટનાને લઈને ચેતવણી જાહેર કરી છે. પોલીસે જણાવ્યું છે કે બારામુલ્લા જિલ્લાના બુટાપથરી સેક્ટરમાં નાગિન પોસ્ટ પાસે સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. પોલીસે કહ્યું છે કે તથ્યોની પુષ્ટિ કર્યા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Lawrence Bishnoi માસૂમ બાળક છે, અસલી ગાંધીવાદી છે, ગેંગસ્ટરને લઈને સાધ્વીએ આપ્યું મોટું નિવેદન

કાશ્મીર છોડી રહ્યા છે બિન-સ્થાનિક લોકો...

તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના ગાંદરબલ જિલ્લામાં મોટો આતંકી હુમલો થયો હતો. એક સપ્તાહની અંદર ત્રણ આતંકવાદી હુમલામાં કાશ્મીરી ડૉક્ટર સહિત 8 બિન-સ્થાનિક લોકોને ઠાર કરવામાં આવ્યા હતા. આ સતત આતંકવાદી ઘટનાઓને કારણે કાશ્મીર (Kashmir)માં કામ કરતા બિન-સ્થાનિક લોકો ડર અને આતંકના કારણે કાશ્મીર (Kashmir)થી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે.

આ પણ વાંચો : UP પેટાચૂંટણી ન લડવા પાછળ કોંગ્રેસનું સાચું કારણ બહાર આવ્યું, જાણો સીટ વહેંચણીનું સત્ય

Tags :
Advertisement

.

×