Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI :  2000 રૂપિયાની નોટો હવે 7 ઓક્ટોબર સુધી બદલાવી શકાશે

2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી  છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે ગત મે માસમાં ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત...
rbi    2000 રૂપિયાની નોટો હવે 7 ઓક્ટોબર સુધી બદલાવી શકાશે
Advertisement
2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી  છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે ગત મે માસમાં ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.

₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી
બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી ₹3.56 લાખ કરોડની ₹2000ની નોટોમાંથી, ₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરે બિઝનેસ બંધ થયા બાદ માત્ર 0.14 લાખ કરોડ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા. આમ, 19મી મે 2023ના રોજ ચલણમાં આવેલી ₹2000ની 96% નોટ હવે બેંકોમાં પાછી આવી ગઈ છે.

Advertisement

RBIની 19 ઇશ્યૂ ઑફિસમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાશે
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 8 ઑક્ટોબર પછી, RBIની 19 ઇશ્યૂ ઑફિસમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 8 ઑક્ટોબર પછી, બાકીની 2,000 રૂપિયાની નોટો ફક્ત RBIની 19 ઇશ્યૂ ઑફિસ દ્વારા તમારા ખાતામાં જમા કરાવી શકાશે.લોકો ટપાલ વિભાગમાંથી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં પણ રૂ. 2,000ની નોટ મોકલી શકે છે. આ નોટની કિંમત સંબંધિત વ્યક્તિના ખાતામાં જમા થશે.
Advertisement
Tags :
Advertisement

.

×