વર્ષ 2025 ના પ્રથમ 6 મહિના ભારે રહ્યા, 6 મોટી ઘટનાએ હચમચાવ્યા
- દેશમાં 6 મોટી દુર્ઘટના સામે આવી ચુકી છે
- વિવિધ ભાગોમાં અકસ્માત, ભાગદોડની ઘટનાઓએ હચમચાવી નાંખ્યા
- જ્યોતિષિઓ દ્વારા પણ આ વર્ષ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે
6 INCIDENT IN 6 MONTHS : ભારત દેશ માટે વર્ષ 2025 ના પ્રથમ 6 મહિના ભારે રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્રથમ 6 મહિના માં જ મોટી 6 દુર્ધટનાઓ સામે આવી છે. જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા, અને ઘટનાને પગલે દેશવાસીઓ હચમચી ઉઠ્યા હતા. અનેક જાણીતા જ્યોતિષિઓ દ્વારા પણ આ વર્ષ ભારે રહેવાની આગાહીઓ કરાઇ ચુકી છે. તેમના આકલન અનુસાર, આ વર્ષ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બનશે જે હ્રદય કંપાવી નાંખશે. આપણે અત્યાર સુધીના 6 મહગિનાના સમયગાળામાં 6 મોટી ઘટનાઓ જોઇ છે. જેમાં અમદાવાદ પ્લેન ક્રેશ, બેંગલુરૂમાં નાસભાગ, પહલગામ આતંકી હુમલો, મહાકુંભમાં નાસભાગ, દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ અને મુંબઇ લોકલ ટ્રેન નાસભાગનો સમાવેશ થાય છે.
જમી રહેવા ઇન્ટર્ન તબિબોનું મોટી સંખ્યામાં મૃત્યું
અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) - 12 જુનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ઉડાન ભર્યાના થોડીક જ ક્ષણોમાં ક્રેશ થઇ ગઇ હતી. આ પ્લેનમાં મુસાફરી કરતા એકમાત્ર મુસાફર સિવાય તમામના મોત નિપજ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. આ પ્લેન તબિબિ હોસ્ટેલ પર પડતા તેમાં બપોરના સમયે જમી રહેલા ઇન્ટર્ન તબિબોનું મોટી સંખ્યામાં મૃત્યું થયું હતું. આ ચકચારી ઘટનામાં ભારત સહિત ત્રણ જેટલા દેશોના નાગરિકો મોતને ભેંટ્યા હતા. આ ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, બિઝનેસ સાથે સંકળાયેલા નંદા પરિવારના સભ્યો, લુબી મોટર્સના ડિરેક્ટરે પણ જીવ ગુમાવ્યો છે.
11 લોકોના મોત નિપજ્યા હતા
બેંગલુરૂ નાસભાગ (BANGALORE STAMPEDE) - આ વર્ષે આઇપીએલ મેચની વિજેતા રોયલ ચેલેન્જર્સ બેગલુરૂની ટીમ રહી હતી. 18 વર્ષ બાદ ટીમે ટ્રોફી જીતી હતી. જેને પગલે બેંગલુરૂમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. 4 જુનના રોડ બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડુિયમ બહાર ઉજવણીનો માહોલ જામ્યો હતો. તેવામાં નાસભાગ મચી હતી, જેમાં 11 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 56 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં સ્થાનિક સરકાર અને પોલીસની વહીવટી નિષ્ફળતા ખુલીને સપાટી પર આવી હતી.
4 જેટલા મુસાફરોના મોત નિપજ્યા
મુંબઇ લોકલ ટ્રેન નાસભાગ (MUMBAI LOCAL TRAIN STAMPEDE) - 9 જુનના રોજ મહારાષ્ટ્રના થાણેમાં લોકલ ટ્રેનની ભીડના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. છત્રપતિ શિવાજી ટર્મિનસ થી કરજત જતી ટ્રેનમાં મુસાફરોની ભીડમાં મુસાફરો ટ્રેનમાંથી નીચે પડ્યા હતા. જેના કારણે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં 4 જેટલા મુસાફરોના મોત નિપજ્યા હતા, અને 10 થી વધુ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું હતું. દિવા-મુંબ્રા વચ્ચેના વળાંકના કારણે આ ઘટના સર્જાઇ હોવાનું પ્રબળ ચર્ચામાં હતું.
2008 બાદ સૌથી મોટા આતંકી હુમલાની ઘટના
પહલગામ આતંકી હુમલો (PAHALGAM TERROR ATTACK) - 22, એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પગલગામમાં ફરવા આવેલા સહેલાણીઓ પર આતંકી હુમલાની ઘટના ઘટી હતી. જેમાં 26 લોકોના મોત નિપજ્યા હતા. તેને વર્ષ 2008 બાદ સૌથી મોટા આતંકી હુમલાની ઘટના તરીકે આંકવામાં આવે છે. આ ઘટના બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનને ભારતની તાકાતનો યોગ્ય પરચો આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલ થકી હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા હતા.
કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ સ્થાને આસ્થાની ડુબકી મારવા પહોંચ્યા
મહાકુંભ નાસભાગ (MAHAKUMBH STAMPEDE) - મૌની અમાવસ્યાના દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર નાસભાગની મોટી ઘટના સર્જાઇ હતી. જેને વિશ્વના ધાર્મિક મેળામાં સર્જાયેલી મોટી દુર્ઘટના તરીકે ગણવામાં આવે છે. આ સમયે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ સ્થાને આસ્થાની ડુબકી મારવા પહોંચ્યા હતા. જેમાં નાસભાગ થતા 30 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. જો કે, મોતના આંકડાને લઇને ભારે અસમંજસ ભરી સ્થિતી રહી હતી. સરકારી અને શ્રદ્ધાળુઓ દ્વારા અલગ અલગ આંકડાઓ મીડિયા-સોશિયલ મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યા હતા.
પ્લેટફોર્મ નં - 12 - 13 પર ઘટી
દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ (DELHI RAILWAY STATION STAMPEDE) - દેશભરમાંથી મહાકુંભમાં જવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. જેમાં નવી દિલ્હી સ્ટેશન પર મહાકુંભ મેળામાં સ્નાન કરવા જવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. આ ઘટના પ્લેટફોર્મ નં - 12 - 13 પર ઘટી હતી. ટ્રેનની માહિતીને લઇને અસમંજસ અને શ્રદ્ધાળુઓની ભીડને પહલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાની ના સમાચાર સામે આવ્યા ન્હતા.
આ પણ વાંચો --- AHMEDABAD PLANE CRASH : ઇદ મનાવવા આવેલા પરિવાર માટે આખરી મુસાફરી સાબિત થઇ