21 કિન્નરોએ કર્યું રેમ્પવોક: સુરતમાં પ્રથમ વખત કિન્નરોનો ફેશન શો યોજાયો
સુરત શહેર કંઈક નવું કરવા માટે હંમેશા ઓળખાતું રહ્યું છે ત્યારે સુરત શહેરમાં એક અનોખા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન શોમાં મહિલા અને પુરુષો માટે નહીં પરંતુ કિન્નરો માટે ફેશન સહયોજાયો હતો. જેમાં 21 જેટલા કિન્નરોએ ભાગ લીધો હતો.
અનેક હુલામણા નામથી પ્રચલિત એવું સુરત શહેર કંઈક નવું કરવા ટેવાયેલું છે.આ વખતે પણ સુરત શહેર દ્વારા કંઈક નવું કરવામાં આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં એક અનોખા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફેશન શોમાં ભાગ લેવા માટે મહિલાઓ અને પુરુષો નહીં પરંતુ કિન્નરો આવ્યા હતા. આ ફેશન શો માત્ર કિન્નરો માટે આયોજન કરવામાં આવ્યું હતું. તુલ્યતા શીર્ષક હેઠળ કિન્નરો માટે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.સમાજમાં માત્ર દાપુ માંગવા માટે પંકાયેલા કિન્નરો હવે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું નામ કરી રહ્યા છે કિન્નરો પણ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાનું નામ રોશન કરે તે માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું કિન્નરો અને સમાજ વચ્ચે તુલનાત્મક સંબંધો બંધાયેલા રહે એ માટે આ ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફેશન શો માં 21 જેટલા કિન્નરોએ ભાગ લીધો હતો.
આમ જોવા જઈએ તો કિન્નરોને સમાજમાં જે દરજ્જો મળવો જોઈએ એ દરજ્જો હજુ સુધી મળ્યો નથી દરજ્જો ન મળવાને કારણે તેઓ સમાજ સાથે તુલના કરીને ચાલી શકતા નથી આજના સમાજમાં હવે કિન્નરો એવું ઈચ્છે છે કે તેઓ માત્ર તાળી પાડીને અથવા તો દાપુ માંગીને નહીં પરંતુ અલગ અલગ ક્ષેત્રમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા માંગે છે
સુરત શહેરમાં રહેતા કિન્નરોમાં પણ અલગ અલગ પ્રકારના ટેલેન્ટ છે કેટલાક સારું ગાઈ શકે છે.કેટલાક વાજિંત્રો વગાડી શકે છે.તો કેટલાક કિન્નરો કોમ્પ્યુટરનું નોલેજ પણ ધરાવે છે.કિન્નરોની અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવામાં આવે તો તેઓ પણ અલગ અલગ વ્યવસાય ની અંદર જંપલાવી અને પોતે પગભર થઈ શકે છે.
કિન્નરો માટેનો ફેશન શો યોજવા માટે ઘણા દિવસોથી તૈયારી કરવામાં આવી રહી હતી કિન્નરોએ પણ ફેશન શોમાં ભાગ લેવા માટે તનતોડ મહેનત કરી હતી અને સારી સારી મોડલોને શરમાવે તેવું કેટવર્ક કરીને પધારેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ફેશન શો થકી થી કિન્નરોમાં રહેલા એક નવા ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ ચેલેન્જ થકી થી કિન્નરો સાડી માટે મોડલિંગ સીરીયલ અથવા મુવીમાં નાના નાના રોલ પણ કરી શકે છે આ ફેશન શો બાદ કિન્નરોને એક નવો માર્ગ મળ્યો છે
અહેવાલ -આનંદ પટણી,સુરત
આપણ વાંચો-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PRO ના પુત્રની કાર અકસ્માતમાં મોત, અન્ય બે યુવકો સારવાર હેઠળ


