Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

અમદાવાદમાં પ્રદૂષિત પાણીના 26 High Risk વિસ્તાર : વોટર સપ્લાય કમિટી ચેરમેનનું મોટું નિવેદન

અમદાવાદમાં 26 High Risk વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો ખતરો : અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના 26 વિસ્તારોને પાણીજન્ય રોગો માટે હાઈરિસ્ક તરીકે ઓળખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે પૂર્વ, દક્ષિણ અને મધ્ય ઝોનના વોર્ડ્સ સામેલ છે.
અમદાવાદમાં પ્રદૂષિત પાણીના 26 high risk વિસ્તાર   વોટર સપ્લાય કમિટી ચેરમેનનું મોટું નિવેદન
Advertisement
  • ડ્રેનેજ અને પાણીની લાઈનમાં મિક્સિંગથી સમસ્યા : અમદાવાદમાં 26 High Risk વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો ખતરો
  • અમદાવાદ પ્રદૂષિત પાણી વિવાદ : સેમ્પલિંગ ડબલ કરવાના આદેશ, જૂની ડ્રેનેજ લાઈન બદલવાની તૈયારી
  • શહેરના 26 વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ : કમિટી ચેરમેનના નિવેદનથી ચર્ચા
  • અમદાવાદમાં પાણી-ડ્રેનેજ મિક્સિંગની સમસ્યા : વધુ સેમ્પલ અને લાઈન અલગ કરવાના પ્લાન

અમદાવાદમાં 26 High Risk વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો ખતરો : અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીની સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના 26 વિસ્તારોને પાણીજન્ય રોગો માટે હાઈરિસ્ક તરીકે ઓળખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે પૂર્વ, દક્ષિણ અને મધ્ય ઝોનના વોર્ડ્સ સામેલ છે, જ્યાં પીવાના પાણીમાં ડ્રેનેજનું મિક્સિંગ થવાની સમસ્યા વારંવાર સામે આવે છે. આ મુદ્દે વોટર સપ્લાય કમિટીના ચેરમેને મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સમસ્યાના મૂળ કારણો અને તેના ઉકેલ વિશે વાત કરી છે.

26 High Risk : જૂની વસાહતો અને નીચા વિસ્તારો

ચેરમેનના જણાવ્યા અનુસાર, "પાણી અને ડ્રેનેજ લાઈનમાં કનેક્શન નીચા છે ત્યાં આ સમસ્યા વધુ જોવા મળે છે." તેમણે કહ્યું કે, જૂની વસાહતો અને નીચા વિસ્તારોમાં પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈન નજીકથી પસાર થતી હોવાથી લીકેજ કે નુકસાન થાય તો મિક્સિંગ થઈ જાય છે. આને રોકવા માટે "દરેક જગ્યાએ ડ્રેનેજ અને પાણીની લાઈન અલગ અલગ નાખવી" જરૂરી છે. વધુમાં, તેમણે જણાવ્યું કે "જૂની ડ્રેનેજ લાઈન બદલવા પણ સૂચના આપવા આવી છે", જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.

Advertisement

પ્રતિદિવસ લેવાય છે સાતથી 10 સેમ્પલ

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને પાણીની ગુણવત્તા તપાસવા માટે વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ચેરમેને કહ્યું કે "પાણીમાં સેમ્પલ કામગીરી વધારવાના આદેશ અપાયા છે." હાલમાં "દરરોજ 7થી 10 સેમ્પલ લેવા સૂચના આપવામાં આવી છે", અને "સેમ્પલ કામગીરી ડબલ કરવા માટે કામગીરી કરવામાં આવશે." આનાથી પ્રદૂષિત પાણીના વિસ્તારોને તાત્કાલિક ઓળખીને તેના પર કાર્યવાહી કરી શકાશે.

Advertisement

શહેરમાં ટાઈફોઈડ, ઝાડા-ઉલટીના કેસ વધ્યા

અમદાવાદમાં આ સમસ્યા નવી નથી. તાજેતરમાં જ શહેરમાં ટાઈફોઈડ, ઝાડા-ઉલટી અને અન્ય પાણીજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો છે. એક મહિનામાં જ ટાઈફોઈડના 180થી વધુ કેસ નોંધાયા છે, અને પાણીના અનેક સેમ્પલ અનફીટ જાહેર થયા છે. વિપક્ષી પક્ષોએ આને લઈને સરકાર અને મનપા પર આક્ષેપો કર્યા છે કે છેલ્લા પાંચ વર્ષમાં 3 લાખથી વધુ પ્રદૂષિત પાણીની ફરિયાદો મળી છે, પરંતુ કાયમી ઉકેલ નથી આવ્યો. આ 26 હાઈરિસ્ક વિસ્તારોમાં મુખ્યત્વે પૂર્વ ઝોનના બહેરામપુરા જેવા વિસ્તારો સામેલ છે, જ્યાં જૂની પાઈપલાઈન્સ અને ડ્રેનેજ સિસ્ટમની સમસ્યા વધુ છે.

જૂનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાનું મૂળ

આ સમસ્યાનું મુખ્ય કારણ જૂનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. શહેરના જૂના વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની લાઈન્સ એકબીજાની નજીક હોવાથી લીકેજ થાય તો પ્રદૂષણ થાય છે. મનપા દ્વારા નવી લાઈન્સ નાખવાના અને જૂની બદલવાના પ્રોજેક્ટ્સ ચાલુ છે, પરંતુ તેમાં વધુ ઝડપની જરૂર છે. તે ઉપરાંત સેમ્પલિંગ વધારવાથી તાત્કાલિક રાહત મળી શકે છે, પરંતુ કાયમી ઉકેલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ જરૂરી છે.

અમિતભાઈ શાહ પોતે રાખી રહ્યાં છે નજર

આ મુદ્દે નાગરિકોમાં ચિંતા વધી છે, કારણ કે પ્રદૂષિત પાણીથી રોગચાળો ફેલાવાનો ખતરો વધે છે. ગાંધીનગરમાં ખરાબ પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાના કારણે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહ પોતે મોનિટરિંગ કરીને યુદ્ધના ધોરણે કામગીરી કરાવી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં ખરાબ પાણીને લઈને રોગચાળો ફેલાય તે પહેલા જ મનપાને આ સમસ્યાને પ્રાથમિકતા આપીને ઝડપી કાર્યવાહી કરવી જોઈએ, જેથી શહેરના લાખો નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી મળાની સાથે-સાથે તેમનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચો- Gandhinagar : ગુજરાત વિધાનસભા બજેટ સત્ર પૂર્વે મોટો નિર્ણય, સલાહકાર સમિતિમાં નવા 4 સભ્યોની નિયુક્તિ

Tags :
Advertisement

.

×