Yashasvi Jaiswal અને Vaibhav Suryavanshi ના તોફાનમાં ઉડી ગયું Punjab Kings , 223 રનનો પહાડ પણ નાનો પડ્યો!
- 223 રનનો પહાડ જેવો લક્ષ્યાંક રાજસ્થાને હસતા-રમતા પાર કર્યો
- માર્કસ સ્ટોઈનિસની 22 બોલમાં 62 રનની ઈનિંગ એળે ગઈ
- 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મુલ્લાંપુરમાં મચાવ્યો હાહાકાર
- યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક ફિફ્ટીથી પંજાબ પરાસ્ત
- યુઝવેન્દ્ર ચહલની સ્પિન જાળ છતાં પંજાબની કારમી હાર
મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં આજે બેટ્સમેનોનું એકહથ્થુ શાસન જોવા મળ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ (Punjab Kings) ની શરૂઆત જબરદસ્ત રહી હતી. સલામી બેટ્સમેન પ્રભસિમરન સિંહે 44 બોલમાં 59 રન ફટકારી મજબૂત પાયો નાખ્યો હતો. જોકે, અસલી આતશબાજી માર્કસ સ્ટોઈનિસે કરી હતી, જેણે માત્ર 22 બોલમાં 4 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 62 રન (Unbeaten 62) ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર અને અન્ય યુવા ખેલાડીઓના કેમિયોથી પંજાબે ૨૨૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
Indian Premier League 2026 | Rajasthan Royals (228-4) beat Punjab Kings (222-4) by 6 wickets at Maharaja Yadavindra Singh International Cricket Stadium, in New Chandigarh
(Pics: ANI Picture Service) pic.twitter.com/0nvU9aAoeS
— ANI (@ANI) April 28, 2026
વૈભવ સૂર્યવંશી અને યશસ્વીનું તોફાન (Explosive Opening)
જવાબમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના બેટ્સમેનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. 15 વર્ષીય યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 43 રન ઠોકી દઈ પંજાબના કેમ્પમાં ફફડાટ ફેલાવી દીધો હતો. ત્યારબાદ યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 51 રનની શાનદાર અડધી સદી (Half Century) ફટકારીને પંજાબને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
ચહલની ફિરકી છતાં રાજસ્થાનની જીત
જ્યારે રાજસ્થાન આસાનીથી જીતશે તેવું લાગતું હતું, ત્યારે યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) મેચમાં રોમાંચક વળાંક આપ્યો હતો. તેણે યશસ્વી અને કેપ્ટન રિયાન પરાગ જેવી મોટી વિકેટો ઝડપીને પંજાબની આશા જીવંત કરી હતી. પરંતુ અંતિમ ઓવરમાં રાજસ્થાનના બેટ્સમેનોએ સંયમ જાળવી રાખી 6 વિકેટે આ મહા-મુકાબલો પોતાના નામે કરી લીધો હતો.
આ પણ વાંચો : Vaibhav Suryavanshi ની સાદગી; તોફાની સદી ફટકાર્યા બાદ હોટલમાં જે કર્યું તે જોઈ ફેન્સ થયા આફરીન, જૂઓ વીડિયો


