ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Narmada Dam : 3.40 લાખ ક્યૂસેક પાણી છોડાતા ડભોઈ-સિનોરના 15 ગામોમાં એલર્ટ, ચાંદોદના મલ્હારરાવ ઘાટના 66 પગથિયાં ડૂબ્યા

Narmada Dam માંથી 3.40 લાખ ક્યૂસેક પાણી છોડાયું : ડભોઈ-સિનોરના 15 ગામો એલર્ટ પર
10:08 PM Aug 30, 2025 IST | Mujahid Tunvar
Narmada Dam માંથી 3.40 લાખ ક્યૂસેક પાણી છોડાયું : ડભોઈ-સિનોરના 15 ગામો એલર્ટ પર

ડભોઈ : નર્મદા નદીના કાંઠે રહેતા ગ્રામજનો માટે આજે ચિંતાનો દિવસ રહ્યો કારણ કે નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં ઝડપથી થયેલા વધારાને લીધે 3.40 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. આની સીધી અસર ડભોઈ અને સિનોર તાલુકાના ગામો પર પડી છે. જ્યાં કુલ 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડભોઈના ચાંદોદ, કરનાળી, નંદેરિયા અને સિનોરના માલસર, દરિયાપુરા સહિતના ગામોમાં ભયનો માહોલ છવાયો છે. ચાંદોદના પવિત્ર મલ્હારરાવ ઘાટના 108 પગથિયાંમાંથી 66 પગથિયાં પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી વોર્નિંગ લેવલ (22 ફૂટ)ની નજીક પહોંચી રહી છે.

Narmada Dam ની જળ સપાટી ખતરનાક સ્તરે

ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદે નર્મદા ડેમની જળ સપાટીને ખતરનાક સ્તરે પહોંચાડી દીધી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો, અને ડેમનું સ્તર નિયંત્રિત રાખવા માટે તંત્રે 3.40 લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી નદીના કાંઠે આવેલા ગામોમાં પૂરનો ખતરો વધી ગયો છે.

આ પણ વાંચો- Rajkot માં 9 લાખથી વધુનો એમડી Drugs નો જથ્થો ઝડપાયો, સાહિલ ઉર્ફે રજાક ગોપલાણીની ધરપકડ

ડભોઈ અને સિનોરમાં એલર્ટ

ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી, નંદેરિયા સહિત સાત ગામો અને સિનોર તાલુકાના માલસર, દરિયાપુરા સહિત આઠ ગામોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે ખસવાની સૂચના આપવામાં આવી છે. ચાંદોદના મલ્હારરાવ ઘાટ, જે ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે મહત્વનું સ્થળ છે, તેના 108 પગથિયાંમાંથી 66 પગથિયાં નર્મદાના ઊંચા જળસ્તરને કારણે પાણીમાં ડૂબી ગયા છે. આ દૃશ્યએ સ્થાનિક લોકોમાં ચિંતા વધારી છે.

ગોલ્ડન બ્રિજ પર ખતરો

ભરૂચમાં આવેલો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પણ નર્મદા નદીના વધતા જળસ્તરથી જોખમમાં છે. નદીની સપાટી વોર્નિંગ લેવલ (22 ફૂટ)ની નજીક પહોંચી રહી છે, જેને લીધે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય સર્જાયો છે. તંત્રે ગોલ્ડન બ્રિજ પર ટ્રાફિકનું નિરીક્ષણ શરૂ કર્યું છે અને જરૂર પડે ટ્રાફિક ડાયવર્ટ કરવાની તૈયારી કરી છે.

વડોદરા અને ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રે પૂરની સ્થિતિનો સામનો કરવા માટે કડક પગલાં લીધાં છે. તલાટી કમ મંત્રીને ગામોમાં રહીને સ્થિતિ પર નજર રાખવા અને ગ્રામજનોને સમયસર માહિતી પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે, જેથી જરૂર પડે તાત્કાલિક સ્થળાંતર અને બચાવ કાર્ય શરૂ કરી શકાય.

આ પણ વાંચો- Mahisagar માં ધોધમાર વરસાદ : બાલાસિનોરના વિરાજીના મુવાડા સંપર્ક વિહોણું, ખેતરો બેટમાં ફેરવાયા

Tags :
#MalharraoGhatChandodDabhoiGoldenBridgeNarmadaDamsinorWaterbomb
Next Article